
જુનાગઢ,વિસાવદરના સરસઈ ગામે સરપંચ ઉપ સરપંચે ગામની મહિલા ઉપર આચારેલ દુષ્કર્મની ફરીયાદ મહિલાએ નોંધાવતા જેમાં ગામના સરપંચ ચેતન જમન દુધાતને પોલીસે દબોચી લીધો હતો. જયારે ઉપ સરપંચ જયદીપ દીલીપ લાખાણી ફરાર થઈ ગયો છે. પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં મહિલાનું આઠથી દસ માસતી ધમકી આપી શોષણ કરતા હતા સરપંચ આમ આદમી પાર્ટીનો ચેતન જમન દૂધાતે પકડી લીધો છે.
પોલીસે પીડિતની તબીબી ચકાસણી પ્રક્રિયા તથા સરપંચ ઉપ સરપંચ જે જે સ્થળે દુષ્કર્મ આચરેલ છે તેવો આરોપ હોય ત્યાં સરકારી પંચોને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપી સરપંચની પુછપરછ ચાલુ છે તેમજ રીમાન્ડની તજવીજ હાથ ધરી છે. ભાગેડુ ઉપર સરપંચ જયદીપ દીલીપ લાખાણીને ઝડપી લેવા પીઆઈ આર.બી. ગઢવીએ જુદી જુદી ટીમો બનાવી ચોતરફથી ગાળીયો કસ્યાનું જાણવા મળેલ છે.