શહેરા મા પાંચ દિવસ સુધી દુંદાળાદેવની પૂજા અર્ચના કર્યા બાદ પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું.

શહેરા મા પાંચ દિવસ સુધી દુંદાળાદેવની પૂજા અર્ચના કર્યા બાદ પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું અબીલ ગુલાલની છોળો ઉડાડતા તથા ઢોલ-શરણાઇ ની સુરાવલીઓ સાથે ભગવાન ગણપતિની શોભાયાત્રા નગર માં નીકળી હતી.તળાવ ખાતે ગણેશજી ની નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ભારે ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક ગણેશ ઉત્સવની પૂર્ણાહુતિ થઇ હતી. જ્યારે પોલીસ કર્મીઓ બોડીવોર્ન કેમેરા લગાવીને બંદોબસ્ત કરતા નજરે પડ્યા હતા.

શહેરા મા ગણેશ મહોત્સવ લઇને અનેરો આનંદ અને ઉત્સાહ ગણેશ ભક્તો મા જોવા મળી રહયો હતો ગણેશ ચતુર્થીના દિવસે નગરમાં વિવિધ સ્થળે ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી પાંચ દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચન ભક્તિ ભાવ પૂર્વક કરવામા આવી હતી નગર વિસ્તાર મા પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગુરૂવારના રોજ શ્રીજીની શાહી સવારી નીકળી હતી, ગણેશ વિસર્જન યાત્રા ની શરૂઆત પોલીસ મથકથી કરવામાં આવા સાથે હોળી ચકલા , સિંધી ચોકડી , મેઇન બજાર થઈ ગણેશ રૂટ પર ફરી હતી, ગણેશ વિસર્જન રૂટ પર ગણેશ ભકતોઓ એ ગણપતિ બાપ્પા મોરિયા…. ના નાંદથી વાતાવરણ ગુંજાઈ ઉઠવા સાથે ઢોલ – શરણાઈ ના સુર રેલાતા હતા તો ક્યાંક ડી.જે .ના તાલે ગણેશ ભકતો ઝૂમી રહ્યા હતા.ગણેશ વિસર્જનમાં પોલીસ કર્મીઓ બોડીવોર્ન કેમેરા થી સજ્જ જોવા મળ્યા હતા. આ બોડીવોર્ન કેમેરા માં લાઈવ રેકોર્ડિંગ થતું હોય છે જેનું નિરીક્ષણ જિલ્લા અને ગાંધીનગર કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે થવા સાથે ઘર્ષણના જે બનાવો બનતા હોય તેમાં બહુ ઉપયોગી હોય છે. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે શ્રીજીની શાહી સવારી વિસર્જન સ્થળ તળાવ ખાતે પહોંચી હતી પાંચ દિવસ ની આરાધના બાદ ગણેશજી ની વિદાય થઈ રહી હતી ત્યારે ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ જલ્દી આના ના નાંદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ અબીલ ગુલાલ ઉડતા ની સાથે જાણે ભક્તિ નો રંગ ઉડતો હોય તેવા મનમોહક દ્રશ્ય સર્જાયુ હતુ નગર ના મુખ્ય તળાવ મા નાની મોટી 50કરતા વધુ ગણેશ પ્રતિમાઓ નુ વિસર્જન કરાયુ હતુ. પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ માહોલ મા ભારે ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક ગણેશ ઉત્સવની પૂર્ણાહુતિ થઇ હતી..