મહિસાગર વિરપુરની અંબીકા સોસાયટી પાસેના રસ્તા પર દાણ ભરેલી ટ્રક જતાં પલ્ટી જેમાં ચાર મજુર સવાર હતા જેમા એક મજુરનુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. પશુઓ માટેનુ દાણ ભરેલી GJ07- YZ0154 ટ્રક કપડવંજના કાપડીની વાવથી આવતી ટ્રક વિરપુરની અંબીકા સોસાયટી પાસેના રસ્તા પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યું હતું. તે દરમ્યાન ચાલકની બેદરકારીના લીધે લોડીંગ ટ્રક વળાંક લેતા અચાનક ટ્રકની પલ્ટી જતાં ચાર મજુર દાણની બોરીઓ પર બેઠા હતા.
તે દરમ્યાન ચારેય મંજુર દાણની બોરીઓ સાથે ફંગોળાઈ ગયા હતા. જે પૈકી એક મજુરનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. બનાવની જાણ આજુબાજુના રહીશોને થતાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જેમાંથી ચાર જેટલા મજુરોને દાણની બોરીઓ માંથી બહાર કઢાયા હતા. જેમાંથી એક મજુરનુ સ્થળ પર જ મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અકસ્માત બાદ વિરપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બાકીના ત્રણ મજુરને સારવાર અર્થે લુણાવાડા ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં મરણજનાર મજુર વિરપુરના બોર ગામનો કિરણભાઈ જવાનભાઈ ઠાકોર હોવાનું બહાર આવ્યું છે. મરણજનાર કિરણના પરીવારને જાણ થતાં સ્થળ પર દોડી આવ્યા હતા. રોકકળ મચાવી દીધી હતી ત્યારે હાલતો વિરપુર પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. આ અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી નાસી છુટયો હતો. ત્યારે હાલતો વિરપુર પોલીસ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.