વિરપુર, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સ્પોર્ટ કોર્પોરેશન દ્વારા વિરપુર બસ સ્ટેશન નવીનીકરણ માટેની દરેક પ્રક્રિયા પુર્ણ થતાં જે તે કંપનીને કોન્ટ્રાકટ મળતા તેનુ કાર્ય ચાલુ થયુ છે. પરંતુ કામની શરૂઆતથી કોન્ટ્રાકટની નિષ્કાળજી જળવાય રહી છે. કામની શરૂઆત કરતા થાંભલા માટે ખોદવામાં આવેલ દસ ફુટ ખાડામાં ગાય ખાબકી હોવાની ધટના બની હતી.જયારે હાલના સમય બસ સ્ટેશનની અંદરના ભાગે મુસાફરની અવર જવર કરવાની જગ્યાએ લોખંડના સળિયા અને એંગલ બસ સ્ટેશનના થાંભલા પર દેખાઈ રહી છે. જે ભરચક મુસાફરોની અવર જવરના રસ્તામાં આવેલ હોવાથી મુસાફરો માટે ભય સમાન છે. બસમાં બેસવાની ઉતાળવમાં કે મુસાફર મા-બાપ સાથે આવેલ બાળકને આવતા-જતા વાગી જવાની ભિતી સેવાઈ રહી છે. વહેલી તકે આ લોખંડનો સળિયો તેમજ એંગલ બસ સ્ટેશન મુસાફરોની અવરજવરની જગ્યાએથી હટાવી કોન્ટ્રાકટરના કાર્યક્ષેત્રમાં ખસેડવામાં આવે તે મુસાફરોના હિતમાં છે.