વિરપુર તાલુકાની સ્વામી વિવેકાનંદ વિદ્યામંંદિર શાળાના વાર્ષીક ઉત્સવમાંં નાના બાળકોને દારૂ-બીયર જેવા ગીતો ઉપર ડાન્સ કરાવતાં વાલીઓમાં ભારે રોષ

  • ” બેવફા સનમ તારી બવ મહેરબાની ”, ” ગાડી હવે રતનપુર બોર્ડર જવાની” જેવા ગીતો ઉપર નાના બાળકોનો શાળા વાર્ષીક ઉત્સવમાંં ડાન્સ.
  • શાળાના સંચાલકો દ્વારા બાળકોને સંસ્કારના સિંચન કરવાના બદલે દારૂ અને બેવફા જેવા ગીતો પર ડાન્સ કરાવ્યા.
  • વાલી દ્વારા આવા અભદ્ર ગીતોને લઈ રજુઆત કરતા વાલીઓને ધકકા મારી સ્કુલની બહાર કઢાયા.

વિરપુર, મહિસાગર જીલ્લા વિરપુર તાલુકાના સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિર શાળામાં વાર્ષીક ઉત્સવનું આયોજન કરાવવામાં આવ્યું હતું. જેમાંં શાળાના બાળકોને બિયર અને દારૂની મહેફિલના ગીતો તેમજ ‘બેવફા સનમ તારી બવ મહેરબાની’ જેવા ગીતો ડાન્સ કરવામાં આવતો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.

વિરપુર તાલુકાની સ્વામી વિવેકાનંંદ વિદ્યા મંદિર શાળામાં વાર્ષીક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના નાના બાળકોને બિયર અને દારૂની મહેફિલના ગીતો તેમજ ” બેવફા સનમ તારી બવ મહેરબાની ”, ” ગાડી હવે રતનપુર બોર્ડર જવાની” જેવા ગીતો ઉપર નાના બાળકોને ડાન્સ કરાવવામાં આવ્યો હતો. જેને લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વોટસએપ ગૃપમાં ભારે રોષ ઠાલવ્યો હતો. વિરપુર તાલુકાના સોશ્યલ મીડીયા ગૃપોમાં વિડીયો વાયરલ થતાં બાળકોના વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને શાળા સંચાલકો બાળકોને કેવા પ્રકારના સંસ્કારનું સિંચન કરી રહ્યા છે. તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે. શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે યોજાવામાં આવેલ વાર્ષીક ઉત્સવમાં દારૂ અને બીયર જેવા ગીતો ઉપર બાળકોને ડાન્સ કરાવવા સામે આવતાં વાલીઓમાં ભારો રોષ જોવા મળી રહ્યો છે.