વીરપુર તાલુકાના વીરપુર-લીમડીયા રોડ ઉપર ત્રીપલ અકસ્માતમાં 7 લોકોને ઈજાઓ

લુણાવાડા, મહિસાગર જીલ્લાના વિરપુરના પાટા ગામે રોડ ઉપર થયેલ ત્રીપલ અકસ્માત સર્જાતા 7 લોકો ઈજાગ્રસ્ત થતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ મહિસાગરના વીરપુર તાલુકાના પાટા ગામ પાસે વીરપુર-લીબડીયા રોડ ઉપર બે કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ધટનાને લઈ ટોળા ઉમટી પડયા હતા અને ઈજાગ્રસ્તોને દવા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ધટનાની જાણ થતાંં વીરપુર પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી હતી.