વિરપુર તાલુકાના પાણી પુરવઠા યોજનાની કામગીરી અંતર્ગત પાણીની જરૂરિયાત માટે 63.57 કરોડના ખર્ચે યોજના અમલમાં

વિરપુર, વિરપુર તાલુકાના લોકોને પીવાનુ પાણી મળી રહે તે આશયથી વર્ષ-2001માં ખેરોલી જુથ પાણી પુરવઠાની યોજના અમલમાં આવી હતી. જેને 22 વર્ષનો લાંબો સમય વિત્યો છે. તે સમયની વસ્તીના આધારે પાણી મળી રહે તેમ પુરવઠો આપવામાં આવી રહ્યો હતો. 22 વર્ષ બાદ વસ્તી વધવા સાથે પાણીની જરૂરિયાત વધતા પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ફળિયા કનેક્ટિીવિટી તેમજ સુધારણા યોજના હેઠળ નવીન ભુગર્ભ સંપ ઓવરહેડ પાણીની ટાંકી અને નવી પાઈપલાઈન તેમજ નવી યાંત્રિક મશીનરી માટે ફળિયા કનેક્ટિવિટી માટે રૂ.1153.10 લાખ અને સુધારણા માટે રૂ.6357.62 લાખના ખર્ચે વિરપુર તાલુકાની પ્રજા માટે પાણીની સમસ્યાનુ નિરાકરણ લાવવા માટે યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ તાલુકામાં 76 ભુગર્ભ સંપ અને 5 ઓવરહેડ પાણીની ટાંકીને મંજુર કરી કામ ચાલુ કરાયુ છે. આ સમગ્ર યોજનાના કામો પુર્ણતાના આરે છે. જે પૈકી ફળિયા કનેક્ટિવિટીના કામો ટેસ્ટિંગ કમિશન હેઠળ છે. તાલુકાના 12 ગામોએ 22 વર્ષમાં પહેલી વાર પાણી શરૂ થઈ 7201 માણસોની વધુ વસ્તીને લાભ શરૂ થયેલ છે. તેમજ મોટાભાગે ઉપયોગમાં આવવાના શરૂ થયેલ છે. જેથી આ વર્ષના અંત સુધીમાં તાલુકામાં આંતરિયાળ ગામો સુધી જરૂરિયાત મુજબનુ પુરતુ પાણી પહોંચી જવાની શકયતા છે. યોજનામાં વિરપુર તાલુકાના 50 ગામ સાથે લુણાવાડા તાલુકાના 3 ગામો કોલવણ, ગરીયા અને છાપરીના મુવાડાનો સમાવેશ થાય છે.