સારીયા ગામની પ્રાથમિક શાળાની પાસે આવેલ પાણીનો હેન્ડપંપ ઈલેકટ્રીક શોર્ટ આવવા કોઈ અનહોનિ ધટના ધટવાની ભિતી ગ્રામજનોમાં સેવાઈ રહી છે. સત્વરે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.
વિરપુર સાઠંબ રોડ ઉપર આવેલા સારીયા ગામના પીકઅપ સ્ટેન્ડ અને પ્રાથમિક શાળાની પાસે આવેલ ભાથીજી મંદિરની પાછળ આવેલ હેન્ડપંપમાં વીજ કરંટ આવવાની ફરિયાદ સારીયા ગ્રામજનો દ્વારા ઉઠવા પામી છે. આ હેન્ડપંપની આજુબાજુ મંદિર છે. જેમાં દર્શનાર્થીઓ આવતા હોય છે. બાજુમાં આવેલી સરકારી પ્રા.શાળામાં નાના-મોટા બાળકો અભ્યાસ અર્થે આવતા હોય છે. તેવા સમયે કોઈપણ અજાણતામાં પાણી પીવા હેન્ડપંપ જાય અને તેમાં આવતો ઈલેકટ્રીક શોર્ટની કોઈ અપ્રિય ધટના ધટે તો જવાબદાર કોણ…?
આ બાબતે સરપંચ અને ગામના અગ્રણિઓને ફરિયાદ કરી હોવાનુ અને હેન્ડપંપની નજીકમાં એક વીજ ટ્રાન્સ્ફોર્મર આવેલુ છે જેને લઈ કરંટ આવી રહ્યો હોવાનુ પ્રાથમિક તારણ ગ્રામજનો દ્વારા બતાવાઈ રહ્યુ છે. હાલ ચોમાસામાં કોઈ દુર્ધટનાનુ સર્જન થાય તે પહેલા તંત્ર આળસ ખંખેરી આની તપાસ કરી હેન્ડપંપમાં આવતો કરંટ દુર કરે તે જરૂરી છે.