વિરપુર પોલીસ કર્મીઓની સરાહનીય કામગીરીથી એક અસ્થિર મગજની પરણિત યુવતીને તેના પતિ સાથે મેળાપ કરાવ્યો

વિરપુર,વિરપુર પી.એસ.આઈ. એચ.બી.સિસોદિયા અને તેમની ટીમ દ્વારા એક અસ્થિર મગજ ધરાવતી યુવતી વીરપુરના વઘાસના રહેણાક વિસ્તારમાં આવ્યાની જાણ થતાં તુરંત વિરપુર પોલીસ મથકે લાવી યુદ્ધના ધોરણે વાલ વારસાની શોધ ખોળ કરી આ યુવતીના પતિનો સંપર્ક કરી તેમનો મેળાપ કરાવી પોલીસ ફરજ સાથે ઉત્તમ માનવતાનું ઉદાહરણ પૂરૂં પાડ્યું. જેનાથી વિરપુર તાલુકાની પ્રજા પણ આવા ઉમદા વ્યક્તિત્વ ધરાવતા પીએસઆઈ વિરપુરમાં ફરજ બજાવી રહ્યાનું ગર્વ મહેસૂસ કરી રહ્યા છે.

વિરપુર તાલુકાના વઘાસ ગામે સાંજના 7:30 વાગ્યાની આજુબાજુના સમય એક અજાણી અને સામાન્ય કરતાં અલગ રીતે વર્તન કરતી અસ્થિર મગજ ધરાવતી હોય તેવી યુવતી એક નાના ગામમાં આવી જતા લોકો અચંબામાં પડી ગયા હતા. લોકો દ્વારા તપાસ કરતા આ વિસ્તારની ન હોવાનું માલુમ પડતાં વઘાસ ના જાગૃત નાગરિક દ્વારા વિરપુર પોલીસ મથકે જાણ કરવામાં આવેલ જે વાત જાણતા વિરપુર પોલીસ મા સી ટીમ મા ફરજ બજાવતા પ્રકાશબેન ચકુસિહ અને અજીતસિંહ પ્રભાતભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ ખેમાભાઈ, સૈલેશભાઈ નટવરભાઈ વઘાસ ગામે તાબડતોબ પહોંચ્યા હતા. જ્યાં પહોંચી ત્યાંની પરિસ્થિતિ જોતાં તેઓને આ અજાણી યુવતી અસ્થિર હોવાનું લગતા અને ગ્રામજનો ની વાત સાચી જણાતા યુવતી ને વિરપુર પોલીસ મથકે લાવવા મા આવેલ જ્યાં વિરપુર પોલીસ મથકના પીએસઆઈ એચ.બી. સિસોદિયા પોતાના અનુભવ અને આગવી કાર્યશૈલી થી ખૂબ ચીવટથી અને સારીરીતે થોડી ઘણી ભાગી તૂટી માહિતી એકત્રિત કરી ઘણાબધા ફોન અને સંપર્કની ભારે જહેમતના અંતે ખેડા જિલ્લાના રૂપપુરાના બ્રાહ્મણ પોળની આ યુવતી હોવાની માહિતી મળતા તેના પતિ દશરથનો સંપર્ક કરી વાતની જાણ કરી અને વિરપુર પોલીસ મથકે બોલાવી તેઓનો મેળાપ કરાવ્યો જેને લઇ અસ્થિર યુવતીના પતિ દશરથભાઈ ડાભી એ વિરપુર પીએસઆઈનો આભાર માન્યો હતો. જ્યારે વિરપુર નગરજનોને આ વાતની ખબર પડતાં લોકો એ પણ આ ઉમદા કામ માટે વિરપુ પીએસઆઈને ધન્યવાદ આપ્યા હતા.