વિરપુર સીએચસી ખાતે દર્દીની ઓપીડી દરમિયાન બૈરૂ કરડયાનો એક દર્દી સારવાર માટે આવતા લોકો માટે હાસ્યાસ્પદ કિસ્સો બન્યો હતો. જોકે આખરે પત્નિએ પતિને આંગળી પર બચકુ ભર્યુ હોવાની ધટના હોવાનુ બહાર આવ્યુ હતુ. પરંતુ કેસ પેપરમાં બૈરૂ કરડયાનો ઉલ્લેખ કરાતા વિરપુર તાલુકામાં સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ.
વિરપુર તાલુકા મથક આવેલ સરકારી દવાખાને ઓપીડી સમયે હાજર ડો.મોૈલિક પટેલ પાસે વિરપુરનો શેખ પરિવારનો 25 વર્ષિય દર્દી આવતા તેને શુ થયુ ? ના સવાલ સામે પત્નિએ બચકું ભર્યુ નો જવાબ મળતા તબીબ પણ વિચારમાં પડી ગયા હતા. જયારે દર્દી દ્વારા પુરી હકીકત જણાવતા માલુમ પડ્યુ કે,પત્નિ સાથે સામાન્ય વાતને લઈ બોલાચાલી થતાં ઉગ્ર બનેલ પત્નિએ પતિના હાથની આંગળી પર બચકું ભર્યુ હતુ. બચકું એટલી હદે ભરાયુ હતુ કે, આંગળીમાંથી લોહી નીકળી ગયેલ હતુ. તેની સારવાર હેતુ સરકારી દવાખાને આવેલ હાજર તબીબ દ્વારા પેશન્ટને જરૂરિયાત પ્રમાણે દવા કરી રવાના કર્યા હતા. પરંતુ જયારે દવાખાનાના કેસ પેપરમાં તબીબ દ્વારા લખાયેલ બૈરૂ કરડયાનુ શબ્દો જોતજોતામાં વિરપુર તાલુકાના સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.