વિરપુરની દરગાહ જવાના પ્રવેશદ્વાર તુટતા રસ્તો બંધ કરાયો

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં ગાજવીજ અને ભારે પવન સાથે જળબંબાકરની સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે તાલુકાના અનેક વૃક્ષો ધરાશાઈ થયા હતા.

છેલ્લા 24 કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકરની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ જાણે કે નદીઓ બની ગયા હતા. વિરપુરમાં આવેલી દરગાહ પાસે જવાનો અડધો માર્ગ અડધો અડધ ડુબી જતાં રસ્તો બંધ થયો હતો. ચાર દિવસમાં બીજી વાર દરગાહ જવાનો રસ્તો ડુબી જતાં સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. તાલુકામાં ગતરાતથી સાર્વત્રિક અવિરત વરસાદ પડી રહ્યો છે. મહેમુદપુરા વિસ્તારમાંથી પસાર થતી લાવરી નદીનુ પાણી ફરી વળતા ધુંટણ સમા પાણી ભરાયા હતા. વિરપુરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા પરિવારોને ભારે હાલાકી વેઠવી પડી હતી.

બીજી તરફ તાલુકામાં 50 તળાવો છે. જયાં પૈકી મોટાભાગના તળાવો સંપુર્ણ પણે ભરાઈ ગયા છે. 10 જેટલા તળાવો હાલ ઓવરફલો થઈ ગયા છે.ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી 10 જેટલા મકાનોને નુકસાન થયુ છે. ભારે વરસાદના લીધે કોયડમના જાંબુડી ગામે દિવાલ ધરાશાઈ થતાં એક બકરીનુ મોત નીપજયું હતુ. સાલૈયા ગામે પાણીના પ્રવાહમાં તણાઈ જતાં એક દુધાળા પશુનુ પણ મોત નીપજયું હતુ.