વિરપુર,મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના વધાસ ગામના તળાવમાં યુવકનો મૃતદેહ તરતા મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
વધાસ ગામના તળાવમાં એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળતા લોકટોળા ઉમટી પડ્યા હતા. બનાવ અંગે વિરપુર પોલીસને જાણ કરાતા પોલીસે ધટન સ્થળે પહોંચી જઈ સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પોલીસે મરનાર યુવકની ઓળખ અંગે તપાસ હાથ ધરતા યુવક પરમાર કનુભાઈ માનાભાઈ (રહે.ચોરસા, ભાગ-2, તા.વિરપુર)હોવાનુ જાણવા મળ્યુ હતુ.