વિરપુર, ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર ઉજવવામાં આવી હતી. વિરપુર ખાતે આવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી તો બીજી તરફ ડેભારી ગામે વિશાળ રેલી યોજાઈ હતી. આ રેલીમાં સમગ્ર ગ્રામજનો જોડાયા હતા. રેલી ડેભારી ગામના રામદેવપીરના મંદિરેથી પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર ગામમાં રેલી યોજી હતી. આ રેલી દરમ્યાન સરદાર ચોક ખાતે ગરબાની રમઝટ માણી હતી આ પ્રસંગે બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ,ખેડા લોકસભાના પ્રભારી મુકેશભાઈ શુક્લ, ચતુરભાઈ માયાવંશી, જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ ભાજપ સંગઠનના શાંતિલાલ પટેલ અને ભાજપના આગેવાન ઉદેસિંહ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિરપુર સ્થીત મુકેશભાઇ શુક્લ પરિવાર દ્વારા સ્થાપિત ડો. બાબાસાહેબ આંબેડકરજીની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.