વિરપુર, વિરપુરના મુખ્ય માર્ગ ઉપર સાઠંબા, સેવાલિયા ખાતે આવેલ કવોરી તેમજ આજુબાજુના વિસ્તારોમાં ડામર પ્લાન્ટ હોવાથી કપચી, ડામર અને ડસ્ટ જે નવીન રસ્તાના કામમાં વપરાાય છે. તેમજ બિલ્ડિંગ મટીરીયલ્સમાં કપચી, રેતી જેવી વસ્તુઓની હેરાફેરી કરવા માટે હાઈવા ટ્રકનો ઉપયોગ કરાતો હોય છે. પરંતુ જે ઓવરલોડ ભરેલા હોવા છતાં કોઈપણ જાતનુ કાર્પેટ કે પ્લાસ્ટિક કંઈ જ ઢાંક્યા વગર બેફામ રસ્તા પરથી હંકારવામાં આવે છે જેને કારણે તેની પાછળના વાહનચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. રસ્તા પર કપચી કે રેતી વેરાતી હોય છે. જેથી દ્વિચકી વાહનચાલકોને વધુ તકલીફનો સામનો કરવો પડે છે. ધણીવાર અકસ્માતો પણ સર્જાયા હોવાના કિસ્સાઓ બન્યા છે. તેમ છતાં જિલ્લા ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ અને આરટીઓ તંત્ર આંખ આડા કાન કરતુ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે આવા ઓવર સ્પીડ અને ઓવરલોડ વાહનોનુ ચેકિંગ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે.