વિરપુરમાં મશીનથી ગટરની સફાઈ થતાં ગટરો ઉભરાતી બંધ થઈ

વિરપુર,વિરપુર ગ્રામ પંચાયતની મહાલક્ષ્મી સોસાયટી તેમજ યોગેશ્ર્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં ગટરો બ્લોક થતાં ગટરોના દુષિત પાણીથી રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિનુ નિર્માણ થતાં આરોગ્ય જોખમાય તેવી ભિતી સેવાઈ રહી છે. ત્યારે આ સમસ્યાના અહેવાલો પ્રસિદ્ધ થતાં તંત્ર દોડતુ થયુ હતુ. જેમાં ગ્રામ પંચાયતના રોજમદારોની ટીમ સાથે વિરપુર તલાટી ક.મં.નો સ્ટાફ જેટિંગ મશીન લઈ તાબડતોડ સ્થળ પર પહોંચી અને રોજમદારોની મદદથી ગટરો સાફ કરવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી હતી. જેમાં મહાલક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણી ઓસર્યા અને યોગેશ્ર્વરપાર્ક સોસાયટીની બ્લોક થયેલી ઉભરાતી ગટરોની સાફસફાઈ કરવામાં દુષિત પાણીના દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠેલ સોસાયટીના રહિશોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.