વિરપુરના લીમરવાડા ગામે શ્રી રામદેવજી મહારાજના મંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

  • ત્રી દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 39 જેટલા યજમાનો દ્રારા પુજા અર્ચના કરવામાં આવી..

વિરપુર, વિરપુર તાલુકાના લીમરવાડા નાથુસીંહના મુવાડા ખાતે ત્રી દિવસીય રામદેવજી મહારાજની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નાથુસીંહના મુવાડા ગામ ખાતે રામદેવજી મહારાજનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે. ચાર વર્ષ અગાઉ સ્વ: માનસિંહ પરમાર સ્વ: વાઘસિંહ સ્વ: અભેસિંહ પરમાર, સ્વ:માલસિંહ પરમાર, મોહનભાઈ પરમારના હસ્તે મંદિરનું ખાદ્યમુર્હુત કરવામાં આવ્યું હતું. જે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા આજે કરવામાં આવી હતી. ઉપરાંત દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રણુંજાથી રામદેવજી મહારાજના વંશજ આંનદસિંહ તુવર તેમજ ખેતમલસિંહએ ખાસ હાજરી આપી બંને ગુરૂજનોનુ ભવ્ય આગતા સ્વાગતા કરવામાં આવી હતી. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 24 થી 26 ફેબ્રુઆરીના રોજ ભવ્ય કાર્યક્રમ જેવાકે કુટીર યોગ, શોભાયાત્રા, રામદેવજી મહારાજ પાઠ, પ્રાણપ્રતિષ્ઠા વિધિ, સાંજના સુમારે ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રામદેવજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ તેમજ સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. કાર્યક્રમના અંતમાં સમુહ ભોજન સહિત ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.