વિરપુર તાલુકાના બોર ગામે રહેતા પર્વતભાઈ મોતીભાઈ પરમાર કુદરતી હાજતે જવા માટે અલુજી તળાવ ખાતે ગયા હતા. જયાં પાણી લેવા માટે તળાવ પાસે જતાં પાણી લેતા સમયે તેમનો પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોને ખબર પડતા બુમાબુમ થઈ ગયેલ અને વાત વાયુવેગે ગામમાં પ્રસરતા લોકોના ટોળા એકત્રિત થઈ વિરપુર પોલીસને બનાવની જાણ કરતા પોલીસ ધટના સ્થળે આવી પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ ચાલુ કરતા મહામહેનત બાદ સફળતા મળી હતી. તવાળમાંથી પર્વતભાઈનો મૃતદેહ બહાર કાઢી વિરપુર સરકારી દવાખાને પી.એમ.અર્થે મોકલી આપ્યો હતો.