
વિરપુર,સરસ્વતી શિશુ મંદિર અને સરસ્વતી વિદ્યામંદિરનો વાર્ષિક સંસ્કાર ઉત્સવ મનાવામાં આવ્યો. જેમો ર્ડો. નીરવભાઈ શાહ, સહમંત્રી વિદ્યાભારતી જીતેન્દ્રભાઈ કડકિયા, લક્ષમણભાઈ ચૌહાણ આ ઉપરાંત આ કાર્યક્રમ નિહાળવા જયેન્દ્રભાઈ બારોટ મહામંતત્રી મહીસાગર જીલ્લા ભાજપ, શાયબેસિંહ પરમાર અમુલ ડિરેક્ટર, નિશા સોની પ્રમુખ મહિલા મોરચો મહીસાગર જીલ્લા ઉપસ્થિત રહી શીશુ મંદિરના બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા મહાભારતમાં કૃષ્ણ અર્જુન વિસાદ યોગમાં ભગવાન કૃષ્ણ અર્જુનને જ્ઞાન હબહું કૃતિ રજુ કરેલ, ત્યારબાદ આંગળીનો જાદુ, રામાયણની શબરી ગાથા, ફોજી જીવન ગાથા જેમો દેશના સૈનિકોની કૃતિ રજુ કરેલ કે સૈનિક પોતાના ઘરે બહેનનું લગ્ન હોય અને પહેલા પોતાની દેશપ્રેમ અમે ફરજ અદા કરતા શહીદ થાય તે બાળકો એવી રજુ કરેલ કે મોટા ભાગના પ્રેક્ષક અને વાલીની આંખો ભીની કરેલ, મોબાઈલ જરૂરી છે, પણ તેનો દૂર ઉપયોગ બાળકો ના કરે તેવી કૃતિ રજુ કરેલ, માં-બાપ થી દુનિયામાં મોટુ કોઇ નથી. જેવી અનેક સમાજને સ્પર્શ કરે અને સંદેશ જનક કૃતિ રજુ કરવામાં આવી હતી. શાળા દ્વારા તેજસ્વી તારાલા ઓનું સન્માન કરવામાં આવ્યું હતું . મંત્રી ધર્મેન્દ્રભાઈ દેસાઈ, શાળાના પ્રદ્ધાં આચાર્ય શોભનાબેન મહેરા, પૂર્વ પ્રધાન આચાર્ય કુમુદબેન, ઉપસ્થિત રહ્યા હતા. પ્રજ્ઞાચક્ષુ માસ્ટર પીન્ટુભાઇ આ બાળકોને પૂર્ણ માર્ગદર્શન આપેલ હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.