વિરપુર,વિરપુર તાલુકા મામલતદાર ઓફિસમાં છાશવારે સર્વર ડાઉન થવા કે અન્ય ટેકનીકલ ખામીના કારણે સરકારી કામે આવતા અરજદારોને દિવસભર બેસી રહેવુ પડતુ હોય છે.
વિરપુર તાલુકામાં જમીનના ઉતારા, આવકના દાખલા જેવા અન્ય દાખલાઓ અને કામ માટે આવતા મામલતદાર ઓફિસે આવતા અરજદારો કામ-ધંધો છોડીને આવતા હોય છે. પરંતુ મામલતદાર ઓફિસમાં ઓનલાઈન સેવામાં સર્વર ડાઉન કે અન્ય ટેકનીકલ ખામીઓના કારણે અરજદારો તેમનો ટાઈમ વેડફાતો હોવાાનો અહેવાસ કરી રહ્યા છે. સામાન્ય કામ માટે પણ આખો દિવસ લાઈનોમાં ઉભા રહેવાનુ અને રાહ જોઈ બેસી રહેવાનુ થતાં અરજદારો પરેશાનુ અનુભવી રહ્યા છે. જેથી આવી ટેકનીકલ ખામીઓનુ કાયમી ધોરણે નિરાકરણ લાવી અરજદારનુ કામ ઝડપી અને સરળ બનાવવા માટે પગલા લેવા માંગ કરાઈ રહી છે.