- વીરપુર ગામેં બે ખેતરમાં ચાર-ચાર ઈંડા મુક્યા જેના પરથી આ વર્ષે સારૂં ચોમાસું રહેશે તેનું અનુમાન લગાવાયું.
- વીરપુર ગામે બે અલગ અલગ ખેતરમાં ટીટોડીએ 4-4 ઊંધા ઈંડા મુક્યા.ખેતરમાં ટીટોડીના ઈંડા મુકે તેના આધારે વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવે છે.
- વિજ્ઞાાનનો વિકાસ ન હતો ત્યારે વરસાદની આગાહી પૂર્વજો ટીટોડીના ઈંડા આધારે અનુમાન કરતા.
વીરપુર, પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાાનનો વિકાસ ન હતો ત્યારે વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસુઝ આધારે કરતા હતા. ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી. જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે. વરસાદના આ પરંપરાગત વિજ્ઞાનને વડવાઓએ જાળવી રાખ્યું છે. જેમાં ટીટોડીની એક લોકવાયકા ખૂબ જ પ્રસિદ્ધ છે. ટીટોડી ક્યાં ઈંડા મુકે છે તેના પરથી ચોમાસું કહેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. ટીટોડી રાજસ્થાનના જળાશયો અને ગુજરાત પાસે ફરતું પક્ષી છે. આ પક્ષી મોટાભાગે જમીન પર જ ફરતું હોય છે. મોટાભાગના લોકો ટીટોડીના ઈંડા પરથી વરસાદની સંભાવના વ્યક્ત કરતાં રહે છે. ત્યારે ગુજરાતમાં ટીટોડીએ વરસાદ અંગે સંકેત આપ્યાં છે. ટીટોડીએ મહીસાગરના વીરપુર ગામમાં બે અલગ અલગ ખેતરમાં 4-4 ઊંધા ઈંડા મુક્યા છે. જેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં વરસાદનું પ્રમાણે વધારે રહેશે. ટીટોડી સામાન્ય રીતે 3 ઈંડા મુકતી હોય છે. પરંતુ મહીસાગરના વીરપુર માં ટીટોડીએ 4 ઈંડા મુક્યાં છે. જૂની માન્યતા અનુસાર ટીટોડીએ 4 ઈંડા મુકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વરસાદના પરંપરાગત માન્યતા અનુસાર ટીંટોડીએ 4 ઈંડા મુક્યા હોવાથી આ વખતે ચોમાસામાં 4 મહિના સારો વરસાદ વરસી શકે છે. આ સાથે ટીટોડીના ઈંડાને લઈને એવી પણ માન્યતા છે કે, જો તે ઊંચાઈ પર ઈંડા મુકે છે તો વ્યાપક પ્રમાણે વરસાદ આવે છે. તેમજ જો આ પક્ષી વહેલા ઈંડા મુકે છે તો ચોમાસું વહેલું આવે તેવી માન્યતા પ્રચલિત છે.