વિરપુર, ખેડા જિલ્લાના છેવાડે આવેલ વિરપુર જે બાલાસિનોર તાલુકામાં સમાવેશ થતો હતો. જયારે વિરપુર અલગ તાલુકા તરીકે ધોષણા થતાં વિરપુરમાં મામલતદાર અને તાલુકા પંચાયત ભવનનુ નવનિર્માણ થયુ હતુ. વિરપુરના ભાથીજી મંદિર પાસે લાખો રૂપિયાના ખર્ચે મામલતદાર કચેરીનુ નવુ બિલ્ડિંગ બન્યુ હતુ. પરંતુ થોડા સમય બાદ 2006ના સમયગાળા દરમિયાન ચોમાસામાં વધુ વરસાદ પડતા આ કચેરીની આસપાસનો વિસ્તાર નીચાણ ધરાવતો હોય પાણી ફરી વળ્યા હતા. જેને લઈ મામલતદાર કચેરીમાં પાણી ભરાઈ ગયાની ધટના બની હતી. જેને લઈ આ કચેરીમાં સંગ્રહ કરેલ સરકારી દસ્તાવેજો પણ નાશ પામ્યા હતા. આ પરિસ્થિતિને ઘ્યાનમાં લઈ વિરપુર લીમરવાડા રોડ ઉપર ઉંચાઈ ધરાવતા વિસ્તારમાં નવીન મામલતદાર કચેરીનુ બિલ્ડિંગ બન્યુ અને ત્યાં કચેરી ખસેડવામાં આવી ત્યારબાદ જુની કચેરી દિવસેને દિવસે ખંડેરમાં પરીવર્તીત થઇ ગઈ હતી. હાલના સમયમાં આ મામલતદાર કચેરી એક જંગલમાં ફેરવાઈ ગઈ હોવાનુ દેખાઈ રહ્યુ છે.જેનાથી વિરપુર નગર અને તાલુકાની પ્રજા આ ઈમારતને જોઈ તેમાં ખર્ચાયેલ નાણાંનો વ્યય થતાં જોઈ ચિંતિત બની છે. જયારે વિરપુર ખાતે ધણી બધી જગ્યાએ સુવિધામાં અગવડ પડી રહી છે. જેવી કે,વિરપુરમાં સીનીયર સિટીઝન લોકો માટે સામાજિક ગ્રંથ, કથા વાંચવા ન્યુઝ પેપર વાંચવા, વિધાર્થીઓને શાંતિમય વાતાવરણમાં વાંચવા કોઈ લાયબ્રેરી નથી. વિરપુર તાલુકાના લોકોને આરોગ્યની સુવિધા માટે પુરતી જગ્યા નથી. આરોગ્ય ખાતાની જરૂર છે. વિરપુર સરકાુરી રેસ્ટ હાઉસ અત્યારે છે તે માત્ર બે રૂમ પુરતો છે. ત્યાં કોઈ હોલ કે સરકારી સંસ્થાની મિટીંગ કરે તેવી કોઈ સુવિધા નથી. વિરપુરમાં સરકારી કોમ્યુનિટી હોલ નથી. માટે આવી બધી ધણી સુવિધાનો અભાવ હોવા છતાં પણ જુની મામલતદાર કચેરી બિલ્ડિંગનો આવી કોઈપણ રીતે ઉપયોગ કરી જર્જરિત થતુ અટકાવી સરકારના ખર્ચેલા રૂપિયામાં વિરપુર તાલુકાના લોકોને વધુ સારી સુવિધા આપી શકાય તેમ હોવા છતાં સરકારી અધિકારીઓની બેકાળજીથી 2006 બાદ આજે 18 વર્ષ ઉપરાંતનો સમય વિત્યો છતાં આ ઈમારતમાં પાણી ભરાવાનો કોઈ બનાવ બનવા પામેલ નથી. તેમ છતાં આ સરકારી ઈમારતનોે કોઈ ઉપયોગ ન કરતા ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે.