વિરપુરમાં સ્ટ્રીટલાઈટનુ છેલ્લા પાંચ વર્ષથી મેન્ટેનન્સ ન થતાં મોટાભાગની સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં

વિરપુર, વિરપુરની દેવ ચોકડીથી ગંધારી સુધીનો માર્ગ પાંચ વર્ષ પહેલા નવો બન્યો હતો. તે સમયે વિરપુરના મુખ્ય માર્ગ પર બંને બાજુ સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવેલ જેને લઈ રસ્તા પર આવતા-જતા વાહનચાલકો અને રાહદારીઓ અને ચાલવા નીકળતી મહિસાઓ સાથે સોૈ કોઈ પોતાના સ્વાસ્થ્યને લઈ ચાલતા માટે નીકળતા હોય છે. આ માર્ગ નવીન બન્યા તે સમયે લાઈટ નાંખ્યાને પાંચ વર્ષના સમયગાળામાં એક પછી એક લાઈટ ટપોટપ બંઘ્ થવાથી તો ધણા પોલ આવતા જતા વાહનોના અકસ્માતોમાં પડી ગયા હોવાની ધટનાઓ બની છે. જે પોલ આજસુધી પાછા ઉભા કરવા તંત્રએ તસ્દી લીધી નથી. ના તો બંધ થયેલ લાઈટોને ચાલુ કરવા મરામત કામ કરવા ફુરસત મળી છે. હાલના સમય આ માર્ગની મોટાભાગની લાઈટો બંધ થઈ ગઈ હોવાથી રસ્તા પર અંધારૂ રહેતુ હોવાની ફરિયાદો ગ્રામજનો તેમજ રાહદારીઓ દ્વારા ઉઠવા પામી છે. આ રસ્તા પર ચાલવા નીકળતી મહિલાઓ અંધારાને લઈ અસુરક્ષિત અનુભવી રહી છે. જયારે રસ્તા પર મુંગા પશુઓ પણ બેઠેલા હોય છે. જેને લઈ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. માર્ગની લાઈટો બંધ અવસ્થામાં મુકાઈ છે તેમ છતાં તંત્રની આંખ ખુલતી નથી. જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદો કરવા છતાં પણ વીજપોલ ઉંચો હોવાથી પંચાયત પાસે તે રિપેર કરવા માટે કોઈ વાહન કે વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાનુ જણાવી હાથ ઉંચા કરી દેતા હોવાનુ ગ્રામજનોનુ કહેવુ છે. જેથી વહેલી તકે આ સ્ટ્રીટ લાઈટનુ રિપેરીંગ કામ કરી ચાલુ કરવામાં આવે તેવી પ્રજાની માંગણી છે.