વિરપુર, વિરપુર તાલુકાના ચીખલી નવી વસાહતના ગામે તાજેતરમાં જંગલ ખાતા દ્વારા સ્થાનિકોના ખેતરના ઉભા પાક ઉપર અધિકારીઓ દ્વારા જેસીબી ફેરી દેતા ભારે નુકસાન થયુ હતુ. જેને લઈ ખેડુતોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
ચીખલી નવી વસાહતના ગામે જંગલખાતા દ્વારા ગેરકાયદે પરિવારના ભોગવટા વાળી જમીન અને ખેતરના ઉભા પાકને નુકસાન પહોંચાડી નોંધારા બનાવી હતા.સ્થાનિક ખેડુતો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા તેમજ વળતરની માંગ કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ જંગલ ખાતાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવી ખેડુતોની જમીન અને ખેતરો પર કબ્જો મેળવી લીધો હતો. ખેતરમાં તૈયાર થયેલા ઉભા પાક પર જેસીબી મશીન ફેરવી પાડડ્યુ હતુ. અંદાજિત 25 હેકટર જમીન પર ધઉં, રાયડો, દિવેલા સહિતના પાકો વાવેતર કર્યુ હતુ. કોઈપણ પ્રકારની નોટિસ કે જાણકારી આપ્યા વગર 25 હેકટર વધુ ઉભા પાક પર બુલ્ડોઝર ફેરવી દેતા ખેડુતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે ચોકસાઈ પુર્વક તપાસ કરી વગર નોટિસ કે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર ખેડુતોના પાકને થયેલ નુકસાનનુ વળતર આપવા અને આટલો વર્ષોથી ખેડતા ખેડુતોની હકક જમીન આપવા ખેડુતોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.