વિરપુર, વિરપુર એપીએમસીમાં અનાજ લે-વેચ માટેની અનેક દુકાનો આવેલી છે. જયાં ખેડુતો પોતાનો પાક વેચવા આવતા હોય છે. જેમાં કોઈ ખેડુતની ઓછી ઉપજ હોય તો તે સાયકલ બાઈક લઈને જયારે વધુ ઉપજવાળા ખેડુતો મોટા વાહનમાં અનાજ લઈ વેચવા આવતા હોય છે.ઋતુમાં વેપારીઓ અને ખેડુતોને મુશ્કેલી ન થાય તે હેતુથી એપીએમસી ખાતે લાખો રૂપિયાનો ખર્ચ કરી મોટો શેડ ઉભો કરવામાં આવ્યો છે. પરંતુ આ શેડ બન્યા બાદ શેડ નીચે ખાનગી વાહનો પાર્કિંગ કરી જતા રહે છે. અને મોડી સાંજે પરત જતાં હોય છે. જયારે ખેડુતો છકડો, બળદ ગાડું, ટ્રેકટર , ટેમ્પોમાં ખેતરની ઉપજ લઈ એપીએમસી ખાતે અનાજ વેચવા આવતા ખેડુતોને પોતાનુ વાહન અંદર લઈ જવુ મુશ્કેલ બની જાય છે. જયારે કોઈ વાહન હટાવવાનુ કહેતા ઝધડાનુ સ્વરૂપ ધારણ થવાની ધટનાઓ પણ બનવા પામે છે.