વિરપુર, વિરપુર નગરના મુખ્ય માર્ગ ઉપર આવેલ સ્ટ્રીટલાઈટ છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ હાલતમાં છે. જેમાં કેટલીક લાઈટ બંધ અવસ્થામાં પડેલ છે. લાઈટ ચાલુ ન હોવાથી સાંજના સમય બાદથી સવાર સુધી આ રસ્તા પર અંધારપાટ છવાયેલો રહે છે. આ રસ્તા પર અનેક પશુઓ પણ બેસતા હોય છે. જયારે અંધારામાં મહિલાઓની કોઈ છેડતી જેવા કિસ્સા બનવાનો ભય સતાવ્યા કરે છે. સાથે આ રસ્તા પર સાંજે અને વહેલી સવારે અભ્યાસ અર્થે આવતા-જતા બાળકો તેમજ ચાલતા બાળકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. લોકો દ્વારા અવાર નવાર રજુઆતો કરવા છતાં આ માર્ગની લાઈટ ચાલુ કરવામાં તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યુ છે. ત્યારે વહેલી તકે સ્ટ્રીટલાઈટ ચાલુ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.વિરપુર પંચાયતની મુદ્દત પુર્ણ થતાં વહીવટદારની નિમણુંક થયા બાદ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.