વિરપુર તાલુકાનુ પીકઅપ બસ સ્ટેન્ડ જર્જરિત થતાં તોડી નાંખવાની માંગ

વિરપુર તાલુકાના પીકઅપ બસ સ્ટેન્ડ દિવસે દિવસે સાવ જર્જરિત થતાં મુસાફરોને હાલાકી પડી રહી છે. ચોમાસના દિવસોમાં વરસાદ વચ્ચે મુસાફરોને બસ સ્ટેન્ડમાં ઉભા રહેવાનુ જોખમ ઉભુ થયુ છે. મોટાભાગના બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં હોય પડવાની સ્થિતિમાં છે. વિરપુર તાલુકાના મુસાફરો નવા પીકઅપ બસ સ્ટેન્ડની માંગ કરી રહ્યા છે.

વિરપુર તાલુકાના પીકઅપ બસ સ્ટેન્ડ જર્જરિત બનતા સ્લેબના પોપડા ઉખડી ગયા છે. મુસાફરોની સુવિધા માટે બનાવેલા બસ સ્ટેન્ડ શિયાળાની ઠંડીમાં તેમજ ચોમાસામાં વરસાદના સમયે ગામ કે પરગામના મુસાફરોની છત સમાન હોય છે. આ પીકઅપ સ્ટેન્ડ બિનઉપયોગી બન્યા છે. કેટલાક પીકઅપ સ્ટેન્ડ આસપાસ આંગણવાડી અને શાળાઓ પણ આવેલી છે. જો કોઈ બાળકો બસ સ્ટેન્ડ નજીક હોય અને જર્જરિત ભાગ તુટે તો અકસ્માત નોતરે છે. દિવસે દિવસે તાલુકાના જર્જરિત પીકઅપ સ્ટેન્ડોની હાલત ખરાબ થઈ રહી છે. કેટલાક પીકઅપ સ્ટેન્ડરની અંદર છતના સળિયા દેખાઈ રહ્યા છે. છત પરના પ્લાસ્ટરના પોપડા ઉખડી ગયા છે. જો કોઈ વ્યકિત પીકઅપ સ્ટેન્ડની અંદર ઉભો હોય અને પોપડો પડે તો મોટી દુર્ધટના થવાની સંભાવના સેવાઈ રહી છે. સ્થાનિક લોકોની માંગણી છે કે,તાત્કાલિક તાલુકાના જર્જરિત પીકઅપ બસ સ્ટેન્ડને જમીનદોસ્ત કરવામાં આવે નહિ તો પીકઅપ સ્ટેન્ડ આવનાર સમયમાં મોટી દુર્ધટના સર્જાઈ શકે છે. વિરપુર તાલુકા વિકાસ અધિકારી સાથે જર્જરિત પીકઅપ સ્ટેન્ડ બાબતે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યુ હતુ કે,આ જર્જરિત પીકઅપ સ્ટેન્ડ એસ.ટી.ડિપાર્ટમેન્ટના અંડરમાં આવતા હશે. કાં તો આર બી વિભાગમાં આવતા હશે તેમ છતાં અમે તપાસ કરી જે હશે તો જોવડાવી લઈશુ. તેમ જણાવ્યુ હતુ.