વિરપુર,વિરપુર તાલુકો જેમાં 31 ગ્રામ પંચાયતના 90 ગામ વસેલા છે. જેની વસ્તી અંદાજિત 2 લાખ છે. જયારે વિરપુર ડેપો માટે જગ્યા હોવા છતાં વિરપુર તાલુકાની પ્રજાની માંગણી સંતોષવામાં આવી નથી. જેને લઈ તાલુકાની સમગ્ર પ્રજામાં નારાજગી જોવા મળી છે. પ્રજાની માંગણીને લઈ વિરપુર તાલુકાના તમામ સરપંચની એક માંગ ઉઠી છે કે વિરપુર મથક બસ ડેપો અને વર્કશોપની સુવિધા મળે જેના માટે વિરપુર મામલતદાર અને તાલુકા પંચાયત પ્રમુખને આવેદન આપવામાં આવ્યુ. તાલુકાના ધણા ગામ જયાં આજ સુધી સરકારી બસનો કોઈ લાભ મળ્યો નથી. કોઈક રૂટમાં વિધાર્થીઓની સંખ્યા વધુ હોય લોકોની માંગણીના અંતે રૂટ પરાણે ચાલુ કરવામાં આવેલ તેમાંય બસમાં કોઈ ટેકનીકલ ખામી સર્જાય કે ટાયર પંચર થતાં વિરપુરથી 40 કિ.મી.દુર બાલાસિનોર ડેપોની મદદમાં દિવસ પસાર થઈ જતો હોય છે. અને મુસાફરો હેરાન થતા હોય છે. જયારે બીજા ડેપો પોતાના રૂટ ઉ5ર બસો ચાલુ રાખી બહારના અમુક બસના રૂટ બંધ થતાં વિરપુર તાલુકાના વિધાર્થીઓ સાથે અન્ય મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે. જેથી બસ ડેપો સાથે વર્કશોપ ફાળવવા માંગ કરવામાં આવી હતી.