
નવીદિલ્હી,
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન બાદ પોલીસે પીડીપી ચીફ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની અટકાયત કરી છે. પીડીપી નેતા મુફ્તી જમ્મુ અને કાશ્મીર પ્રશાસનની અતિક્રમણ વિરોધી ઝુંબેશ સામે દિલ્હીમાં વિરોધ કરી રહ્યા હતા, ત્યારબાદ પોલીસ દ્વારા તેમને વિરોધ સ્થળ પરથી અટકાયતમાં લેવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા ચલાવવામાં આવી રહેલા અતિક્રમણ વિરોધી અભિયાન સામે કેન્દ્રશાસિત પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષોએ તેના પર ગરીબોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. મોટા પાયે અતિક્રમણ સામે બુલડોઝરની કાર્યવાહી થતાં વિરોધ શરૂ થયો છે. આ એપિસોડમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ દિલ્હીમાં પ્રદર્શન કર્યું, ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી હતી.