વિરોધ પક્ષોની બીજી બેઠક માટે કોંગ્રેસના આમંત્રણ પર સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, ’પહેલાં તમારું સ્ટેન્ડ સ્પષ્ટ કરો

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે કોંગ્રેસે તેમને આવતા અઠવાડિયે બેંગલુરુમાં યોજાનારી વિરોધ પક્ષોની બીજી બેઠક માટે આમંત્રણ આપ્યું છે. પરંતુ હવે આમ આદમી પાર્ટીએ ભાંડો ફોડી દીધો છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આપ ત્યારે જ નિર્ણય લેશે જ્યારે કોંગ્રેસ કેન્દ્રના વટહુકમ પર પોતાનું વલણ સ્પષ્ટ કરશે.આપ નેતાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે ચોમાસુ સત્રની શરૂઆતના ૧૫ દિવસ પહેલા વટહુકમ પર પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરવાનું વચન આપ્યું હતું.

રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે પટનામાં વિપક્ષની બેઠક દરમિયાન તમામ સમાન વિચારધારા ધરાવતા પક્ષોની સામે કોંગ્રેસ પક્ષે કહ્યું હતું કે તેઓ સંસદના ચોમાસુ સત્રની શરૂઆતના ૧૫ દિવસ પહેલા દિલ્હી વટહુકમ પર પોતાનું વલણ સ્પષ્ટ કરશેપ અમને આશા છે કે તેઓ ટૂંક સમયમાં કરશે અને તેની ઔપચારિક જાહેરાત પછી જ આગળની બધી વાતો થશે.

પટનામાં સમકક્ષ પક્ષની બેઠકમાં કુલ ૧૫ પક્ષોએ ભાગ લીધો હતો. જેમાંથી ૧૨ રાજ્યસભામાં પ્રતિનિધિત્વ ધરાવે છે. કોંગ્રેસ સિવાય, રાજ્યસભામાં પ્રતિનિધિત્વ ધરાવતા તમામ ૧૧ અન્ય પક્ષોએ કેન્દ્રીય વટહુકમનો સ્પષ્ટ વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીએ પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક બાદ એક નિવેદનમાં કહ્યું હતું કે તેણે કાળા વટહુકમ વિરુદ્ધ જાહેરાત કરી છે કે તેઓ રાજ્યસભામાં તેનો વિરોધ કરશે.