મુંબઇ, ૫ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ પર સમગ્ર વિશ્ર્વની નજર રહેશે. આ મેચ ૧૪ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચમાં તમામની નજર વિરાટ કોહલી પર રહેશે. ભારતીય ક્રિકેટના સૌથી મોટા સ્ટાર વિરાટ કોહલીએ ૨૦૨૩ના એશિયા કપમાં પોતાના ફોર્મનો પુરાવો આપ્યો છે. વર્લ્ડ કપ શરુ થવાને લઈ ચાહકોમાં ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
વર્લ્ડ કપ શરુ થવાને હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે ટૂર્નામેન્ટ ભલે ભારતમાં જ યોજાઈ રહ્યો છે, પરંતુ કેટલાક ચાહકો એવા છે જેમણે હજુ સુધી ટિકિટ મળી નથી. વર્લ્ડકપની ટિકિટ વેચાવાની શરુ થતાની સાથે જ સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. જેથી કેટલાક ચાહકો નિરાશ છે. ત્યારે હવે વર્લ્ડકપ શરુ થવાનો છે અને આ પહેલા વિરાટ કોહલીએ પણ તેના હાથ ઉંચા કરી દીધા છે.
વિરાટ કોહલીએ વર્લ્ડ કપ શરુ થતા એક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં પૂર્વ ભારતીય કેપ્ટને પોતાના મિત્રોને સ્પષ્ટ ભાષામાં ટિકિટની તેની પાસે કોઈ આશા રાખવાની ના પાડી છે. વિરાટની આ સ્ટોરી પર અનુષ્કા શર્માએ લખ્યું હું પણ કાંઈ લખવા માંગીશ. જો તમને મેસેજનો જવાબ નહિ મળે તો પ્લીઝ મને વિનંતી કરતા નહિ.
આ પહેલીવાર નથી જ્યારે વિરાટ કોહલીએ તેના મિત્રોને વર્લ્ડ કપ ટીમમાં સામેલ થવાથી સ્પષ્ટ મનાઈ કરી હોય. વિરાટે ૨૦૧૯ વર્લ્ડ કપ પહેલા પણ આવું જ કંઈક કર્યું હતું. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તમારે આવવું હોય તો આવજો. નહિ તો બધાના ઘરે સારા ટીવી હોય અને ત્યાં બેસીને મેચ જોવા મળે.ભારતની બીજી પ્રેક્ટિસ મેચ પણ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. ભારતને વર્લ્ડ કપ પહેલા પ્રેક્ટિસ કરવાની તક મળી નથી. હવે જોવાનું રહેશે કે, ભારતીય ટીમ વર્લ્ડકપમાં પોતાની શરુઆત કઈ રીતે કરે છે.