
મુંબઇ,મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી વાળી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે સોમવારે રમાયેલ આઇપીએલ ૨૦૨૩ના મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૮ રનથી મ્હાત આપી છે. આ મેચ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ મેદાન પર એવી હરક્ત કરી છે જેના કારણે ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો છે. આ ઘટના બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પર બીસીસીઆઇએ તરત મોટુ એક્શન લઈ લીધુ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પર મેચ ફીસના ૧૦% દંડ લગાવવામાં આવ્યો છે. મેચ વખતે વિરાટ કોહલીની એક હરક્ત તેમના પર ભારે પડી ગઈ. હકીક્તે વિરાટ કોહલીએ ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન શિવમ દુબેના આઉટ થયા બાદ આક્રામક અંદાજમાં સેલિબ્રેશન કરીને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
હકીક્તે ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની ૧૭મી ઓવમાં જ્યારે ત્રીજી ત્રીજા બોલ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર વેન પોર્નેલે શિવમ દુબેને આઉટ કર્યા તો મેદાન પર ફિલ્ડિંગ કરી રહેલા આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ અગ્રેસીવ રિએક્શન આપ્યું.
જ્યારે શિવમ દુબેની વિકેટ પડી તો વિરાટ કોહલી આક્રામક અંદાજમાં સેલિબ્રેટ કરતા જોવા મળ્યા. વિરાટ કોહલીએ સેલિબ્રેટ કરવા સમયે કંઈક એવું કહી દીધુ કે તેમના પર બીસીસીઆઈએ તરત એક્શન લઈ લીધુ. હકીક્તે આઇપીએલ મેચોમાં અપશબ્દોના ઉપયોગને લઈને BCCI હવે કડક થઈ ગઈ છે. શિવમ દુબેની વિકેટ પડી તો બાઉન્ડ્રી પર વિરાટ કોહલી સેલિબ્રેટ કરી રહ્યા હતા અને તેમના મોંઢામાંથી અપશબ્દ નિકળ્યા જેના પર બીસીસીઆઈની નજર પડી અને તેમણે તેના પર એક્શન પણ લીધુ. બીસીસીઆઈએ વિરાટ કોહલી પર એક્શન લેતા મેચ ફીના ૧૦% દંડ ફટકાર્યો છે.