વિરાટ કોહલીને બાબર આઝમની મદદ માટે આગળ આવવું જોઈએ તેવી માગણી શરૂ કરી

બાબર આઝમની નિષ્ફળતા પાકિસ્તાનમાં મોટો મુદ્દો બની રહી છે. પાકિસ્તાની પત્રકારોએ હવે બાબર આઝમને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બાકાત રાખવાની વાત શરૂ કરી દીધી છે, જ્યારે કેટલાક પત્રકારો તો એવું પણ કહી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ બાબર આઝમની મદદ માટે આગળ આવવું જોઈએ. પાકિસ્તાની પત્રકાર અરફા ફિરોઝ જેકે સોશિયલ મીડિયા પર માંગ કરી હતી કે વિરાટ કોહલી સિનિયર ખેલાડી છે અને ખરાબ સમયમાં બાબર આઝમે તેના માટે સોશિયલ મીડિયા પર ટ્વિટ કર્યું હતું, તેથી હવે તેણે પણ મોટું દિલ બતાવીને બાબરની મદદ કરવી જોઈએ.

બાબર આઝમના ખરાબ ફોર્મને જોતા હવે તેને ટીમમાંથી બહાર કરવાની ચર્ચા ચાલી રહી છે. બાબર આઝમે છેલ્લી ૧૫ ટેસ્ટ ઈનિંગ્સમાં માત્ર ૩૧૭ રન બનાવ્યા છે. તેની એવરેજ ૨૧.૧૩ છે અને તેણે એક સદી તો છોડો અડધી સદી પણ ફટકારી નથી. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૪૧ રન રહ્યો છે. આટલું ખરાબ પ્રદર્શન જોયા બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈંગ્લેન્ડ શ્રેણીમાં તેના સ્થાને કામરાન ગુલામને તક મળવી જોઈએ.

ચેમ્પિયનશિપમાં જે રીતે બેટિંગ કરી છે તે જોતા લાગે છે કે તેને ભવિષ્યમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બાબર આઝમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ૨૦.૪૬ની એવરેજથી માત્ર ૨૬૬ રન બનાવ્યા છે. આ જ કારણ છે કે પાકિસ્તાનની ટીમે પણ આ ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. આ ટીમ પહેલાથી જ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.