
મુંબઇ, ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ કહ્યું છે કે તેણે વિરાટ કોહલીને તેના પુત્રની જેમ જોયો છે. અને તે મેદાનમાં પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. ગયા વર્ષે એક સ્ટિંગ ઓપરેશનમાં ફસાઈ ગયા અને ત્યારબાદ મુખ્ય પસંદગીકારના પદ પરથી રાજીનામું આપ્યા બાદ શર્માનું નિવેદન આવ્યું છે. આ સ્ટિંગમાં ચેતને કોહલી, સૌરવ ગાંગુલી, રોહિત અને હાર્દિક પંડ્યા વિશે ખૂબ જ હળવી વાતો કહી હતી. આ પછી ટીમના ખેલાડીઓએ ચેતન સાથે મીટિંગ કરવાનો ઈક્ધાર કરી દીધો અને ત્યારબાદ ચેતન પાસે પદ પરથી રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
હવે ચેતને સ્ટિંગ પછી પહેલીવાર મોઢું ખોલ્યું અને કહ્યું કે તે કોહલી વિશે ક્યારેય ખરાબ નહીં બોલે. તેણે કહ્યું કે વિરાટ તેના પુત્ર જેવો છે અને તે તેના વિશે ખરાબ કેમ બોલશે. હું હંમેશા તેને શુભેચ્છા પાઠવું છું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે પુનરાગમન કરશે અને સદી ફટકારશે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ સદીના આંકડાને સ્પર્શ કરશે.
ચેતને વર્તમાન કેપ્ટન રોહિત શર્માની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેણે ટીમના કલ્યાણ માટે પોતાના ઘણા હિતોનું બલિદાન આપ્યું છે. ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકારે કહ્યું કે રોહિત એવા કેટલાક ખેલાડીઓમાંથી એક છે જેમણે ટીમના ભલા માટે પોતાના હિતોનું બલિદાન આપ્યું છે. રોહિતે સામેથી ટીમનું નેતૃત્વ કર્યું. અને જ્યારે તમારા ઓપનર દસમાંથી ૮૦ રન બનાવે છે, ત્યારે બાકીના બેટ્સમેન સ્કોર ૩૦૦ સુધી લઈ જઈ શકે છે. ચેતન ગયા વર્ષના વર્લ્ડ કપમાં રોહિતની આક્રમક બ્રાન્ડ સ્ટાઈલથી પ્રભાવિત થયો હતો.
તેણે કહ્યું કે વર્ષ ૨૦૨૨માં રોહિતે ટી૨૦ વર્લ્ડ કપ દરમિયાન આક્રમક બેટિંગ શરૂ કરી હતી, પરંતુ પીચ અને અન્ય કારણોસર તેને સફળતા મળી ન હતી, પરંતુ ગયા વર્ષે ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં રોહિત તેની ટોચ પર હતો. ભારતે તેના હરીફોને સંપૂર્ણ રીતે હરાવ્યા હતા.