
ૠષિકેશ,
અનુષ્કા શર્મા હાલમાં પતિ વિરાટ કોહલી તથા દીકરી વામિકા સાથે ૠષિકેશમાં છે. હાલમાં જ અનુષ્કાએ પતિ ને દીકરી સાથે ટ્રેકિંગ કર્યું હતું. અનુષ્કાએ સો.મીડિયામાં ટ્રેકિંગની તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં વિરાટ ક્યારેક દીકરીને ખભા પર તેડીને ચાલે છે.
સો.મીડિયામાં અનુષ્કાએ દીકરી તથા પતિ સાથે ટ્રેકિંગ કરતી હોય તેની તસવીરો શૅર કરી છે. આ તસવીર શૅર કરીને અનુષ્કાએ કહ્યું હતું, ’પર્વત પર પર્વત છે અને કોઈ ટોચ પર નથી.’ અનુષ્કાએ શૅર કરેલી તસવીરમાં કોઈના ચહેરા દેખાતા નથી. ત્રણેયે સ્વેટર પહેરેલા છે. એક તસવીરમાં વિરાટ દીકરીને ઝરણામાં આગળ લઈ જાય છે.
ટ્રેકિંગ પહેલાં અનુષ્કાએ પતિ સાથે મળીને ૠષિકેશમાં ૧૦૦ જેટલા સંતો માટે ભંડારો કર્યો હતો. બંનેએ સ્વામી દયાનંદગીરી આશ્રમમાં આ ભંડારો યોજ્યો હતો અને સો.મીડિયામાં આ તસવીર વાઇરલ થઈ છે.
થોડા સમય પહેલાં વિરાટ-અનુષ્કા દીકરી સાથે ’બાબા નીમ કરોલી’ આશ્રમમાં ગયાં હતાં. બંનેએ શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશીર્વાદ લીધા હતા. આ મુલાકાતનો એક વીડિયો વાઇરલ થયો હતો. વ્હાઇટ ડ્રેસમાં વામિકા ઘણી જ સુંદર લાગતી હતી.
વામિકાનો આ વીડિયો જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતા. અનુષ્કાના ખોળામાં બેઠેલી વામિકા આમતેમ જોતી હોય છે અને જ્યારે તેની મમ્મીને ચૂંદડી ઓઢાડવામાં આવે ત્યારે તે તરત જ તેની મમ્મી સામે ક્યૂટ રીતે જોતી હોય છે. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા ’ચકદા એક્સપ્રેસ’માં કામ કરી રહી છે. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામી પર આધારિત છે.