વિરમગામ-સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં ૪ લોકો ડૂબ્યા, બેનો બચાવ

અમદાવાદ, અમદાવાદ જિલ્લામાં આવેલી વિરમગામ સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલ ૪ લોકો ડૂબ્યા ગયાની માહિતી સામે આવી છે. વિરમગામ તાલુકના મેલજ વરખડીયા પાસેથી પસાર થતી મુખ્ય કેનાલમા નહાવા પડેલા ૪ લોકો ડૂબ્યા છે. બે બાળકો સહિત ૪ લોકો ન્હાવા પડ્યા હતા. જેમાંથી ૨ લોકોનો બચાવ થયો છે. જ્યારે અન્ય બે લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

કેનાલમાં ન્હાવા પડેલા બે લોકો વિરમગામ ગ્રામ્ય વિસ્તારના હોવાની માહિતી સામે આવી છે. કિનારેથી લપસતા તેઓ પાણીમાં ડુબ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. ત્યારે ૧૦૮ની ટીમ દ્વારા ડૂબેલા બે લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બે દિવસ પહેલા રાજકોટના ગોંડલના વાસાવડ ગામે બે કિશોરના ડૂબી જતા મોત થયા હતા. મૃતક બંને કિશોર નદીમાં ન્હાવા પડ્યા હતા. જે પછી બંને કિશોર ગુમ હતા. જે પછી બીજે દિવસે સવારે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.