વિરમગામના અંધાપાકાંડ,આરોગ્ય પ્રધાને દર્દીઓની મુલાકાત લીધી

વિરમગામના માંડલમાં મોતિયાના ઓપરેશન મુદ્દે હાઇકોર્ટની સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SPને નોટિસ પાઠવી છે. ન્યાયાધીશ એ.એસ. સુપેહિયા અને ન્યાયધીશ વિમલ વ્યાસની બેન્ચ ન્યૂઝ સંસ્થાઓના અહેવાલને આધારે સુઓમોટો સંજ્ઞાન લીધું છે. 7 ફેબ્રુઆરીએ આ સુઓમોટો ચીફ ન્યાયધીશની કોર્ટમાં રજૂ થશે. પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે.

અમદાવાદના માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા.જો કે બાદમાં 17 દર્દીઓ તરફથી દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી હતી, ત્યારે 17 જિંદગીઓની આંખની રોશની જતી રહ્યા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. આ વચ્ચે હાઇકોર્ટે પણ આ ઘટના પર નારાજગી દર્શાવી સુઓમોટો પિટિશન દાખલ કરી છે.

વિરમગામના માંડલમાં મોતિયાના ઓપરેશન મુદ્દે હાઇકોર્ટની સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SPને નોટિસ પાઠવી છે. ન્યાયાધીશ એ.એસ. સુપેહિયા અને ન્યાયધીશ વિમલ વ્યાસની બેન્ચ ન્યૂઝ સંસ્થાઓના અહેવાલને આધારે સુઓમોટો સંજ્ઞાન લીધું છે. 7 ફેબ્રુઆરીએ આ સુઓમોટો ચીફ ન્યાયધીશની કોર્ટમાં રજૂ થશે. પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે.

કથિત અંધાપાકાંડમાં હાઇકોર્ટે સવાલ કર્યા છે કે શું ખરેખર ઓપરેશન સમયે કોઇ બેદરકારી દાખવવામાં આવી છે. મેડિકલ પ્રોટોકોલનું પાલન થયું છે કે કેમ, દર્દીઓને હોસ્પિટલમાં પુરતી સારવાર મળી કે નહીં, આ તમામ મામલે તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવે.

હાઇકોર્ટની ગંભીર નોંધ લીધા બાદ સરકારે પણ આ ઘટનાને ખુબ જ ગંભીરતાથી લીધી છે. તપાસના આદેશ તો ગઇકાલે જ આપવામાં આવ્યા હતા, ત્યારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં હાલ 17 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આરોગ્ય પ્રધાને દર્દીઓની મુલાકાત લીધી અને તેઓએ પોતે સમગ્ર ઘટનાની દર્દીઓ સાથે ચર્ચા કરી હતી. આરોગ્ય પ્રધાને કહ્યું છે કે તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

સરકારનો ભલે ગમે તે દાવો હોય પરંતુ કોંગ્રેસનો આરોપ છે કે સરકારે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ મુદ્દે કોઇ કડક કાર્યવાહી કરી નથી. જેથી આવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા અને ગરીબ દર્દીઓ પોતાની આંખો ગુમાવી રહ્યા છે. ઘટના પર રાજનીતિ ચોક્કસ થઇ રહી છે, પરંતુ 5 દર્દીઓ હજૂ પણ પોતાની આંખની રોશનીને લઇને મુશ્કેલીમાં મુકાયા છે. હજૂ પણ આંખમાં પીડા થઇ રહી છે. આંખની રોશની પરત આવશે કે નહીં તે મુદ્દે ડૉક્ટર્સ પણ દાવો કરવા માટે તૈયાર નથી.

મહત્વનું છે કે અમદાવાદના માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા. 17 જેટલા દર્દીએ પોતાની આંખની અંદર ઝાંખપ આવી ગઈ હોવાનું તેમજ ઓપરેશન બાદ આંખમાંથી પાણી નીકળી રહ્યું હોવાની સાથે આંખો સૂજી ગઈ હતી.

હોસ્પિટલના ડોક્ટર સહિત સંચાલક ટીમે 28 પૈકી 17 દર્દીને હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે દાખલ થવાની સૂચના આપી હતી. સ્થાનિક ડૉક્ટરે ફરીવાર તમામ દર્દીની તપાસ કરતા 17માંથી પાંચેક જેટલા દર્દીને આંખમાં વધારે અસર હોવાનું જણાતા તેમને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે 12 દર્દીને માંડલની હોસ્પિટલમાં જ ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે.