વિરપુર,
મહાન રાષ્ટ્રવાદી, ભારતીય જનતા પાર્ટીના પિતૃપુરૂષ, પ્રખર વક્તા અને કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની જ્ન્મજયંતી વિરપુર ખાતે ઉજવણી કરવામાં આવી હતી મહિસાગર અને દાહોદ જીલ્લા અ.જા. મોરચાના પ્રભારી મુકેશભાઈ શ્રીમાળીની વિશેષ ઉપસ્થિતિમાં વીરપુર તાલુકા અ.જા. મોરચા દ્વારા પ્રમુખ કલ્પેશભાઈ પંડ્યાના નિવાસસ્થાને ઉપપ્રમુખ દિપક શ્રીમાળી સંજય સુતરિયા, સહસંયોજક સચિન શ્રીમાળી, વિનયભાઈ બારોટ,કિશન રાવળ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મનકી બાત કાર્યક્રમ નિહાળી વાજપેયી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.