વિપક્ષી નેતાનો ઝેર આપવાનો મામલો: જર્મની રશિયા પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના ઉગ્ર વિરોધી અને વિપક્ષી નેતા એલેક્સી નવલનીને લઈને રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. રશિયા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહૃાા છે. જર્મનીએ જાહેરાત કરી છે કે અમારી પાસે પુરાવા છે કે પુટિનના ટોચના રાજકીય દુશ્મન અને વિપક્ષી નેતા એલેક્સી નવલની પર સોવિયત યુગના સૌથી ભયંકર ચેતા એજન્ટ નોવિચોક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રશિયા સામેના પ્રતિબંધો પર વિચારણા કરવામાં આવી રહૃાો છે. વિશ્વની સૌથી મોટા સૈન્ય સંગઠન નાટોએ પણ આ મામલે તપાસની માંગ કરી છે. જર્મનીના વિદેશ પ્રધાન હૈક્કો માસે એક નિવેદનમાં કહૃાું છે કે જો એલેક્સી નવલનીના મામલામાં મોસ્કો તરફથી કોઈ સ્પષ્ટતા નહીં આવે તો અમે પ્રતિબંધ અંગે વિચારણા કરીશું.

જર્મનીના વિદેશ પ્રધાને એલેક્સી નવલનીને ઝેર આપવા અંગે રશિયા પાસેથી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે કહૃાું કે, જો સરકારને આ હુમલા સાથે કંઈ લેવાદેવા નથી, તો પછી તમામ તથ્યો ચકાસી લે. રશિયાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. રશિયાએ કહૃાું કે આ ઘટના સાથે સરકારનો કોઈ સંબંધ નથી. શનિવારે રશિયન વિદેશ મંત્રાલયે કહૃાું હતું કે જો નર્વ એજન્ટ નોવિચોકનો ખરેખર ઉપયોગ કરવામાં આવેલો છે તો તે નિશ્ર્ચિત છે કે તે રશિયામાં તૈયાર કરાઈ નથી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન અંગે તેમણે કહૃાું કે ચીન એક એવું રાષ્ટ્ર છે કે જેના વિશે તમારે હમણાં વાત કરવી જોઈએ.