
- ‘દેશમાં ભારે બેરોજગારી છે અને યુવાનોને આજે રોજગારી મળી શક્તી નથી.
નવીદિલ્હી, વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે વિપક્ષ હવે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. જ્યારે ગુરુવારે વિપક્ષી સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી કૂચ કરી હતી, આજે જંતર-મંતર ખાતે ઈન્ડિયા એલાયન્સના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મંચ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, એનસીપી નેતા શરદ પવાર, ડાબેરી નેતા સીતારામ યેચુરી, આરજેડી સાંસદ મનોજ ઝા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, અધીર રંજન, ડી રાજા (સીપીઆઈ), ત્રિચી સિવા (ડીએમકે), રણદીપ સુરજેવાલા, પ્રમોદ તિવારી હતાં.કોંગ્રેસ દ્વારા આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતાં.
આ દરમિયાન સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘દેશમાં ભારે બેરોજગારી છે અને યુવાનોને આજે રોજગારી મળી શક્તી નથી. મેં કોઈને કહ્યું કે એક કામ કરો, એક નાનો સર્વે કરો, કોઈપણ શહેરમાં જાઓ અને જાણો કે ભારતના યુવાનો દિવસમાં કેટલા કલાક મોબાઈલ ફોન પર વિતાવે છે. મને પણ એક નાનકડા શહેરમાં આ વાતની જાણ થઈ, મને નવાઈ લાગી કે યુવાનો સાડા સાત કલાક ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર, મેઈલ એટલે કે સેલફોન પર વિતાવે છે. મતલબ કે મોદી સરકારના શાસનમાં ભારતના યુવાનો સાડા સાત કલાક ફોન પર જ રહે છે, કારણ કે મોદીજીએ તેમને રોજગારી નથી આપી.
પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે જયારે સારો કાયદો બનાવવામા આવે છે ત્યારે તો અમે સમર્થન કરીએ છીએ પરંતુ સરકાર જે કરી રહી છે તે યાગ્ય નથી તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે આપણા બંધારણ હેઠળ કોઇને પણ બોલવાનો અધિકાર છે અને આઝાદી છે આ આઝાદી આપણને મળી છે.જવાહરલાલ નહેરૂથી મહાત્મા ગાંધીથી,ડો.આંબેડકરથી.તેમણે આપણને આઝાદી અપાવી તમારા ધરેથી કોઇ નથી આઝાદી અપાવનારા. ભાજપવાળા કહે છે કે દેશને બરબાદ કરી રહ્યાં છે બહાર કાઢી દેવામાં આવે તમે સાંસદોને બહાર કરી ત્રણ કાયદા પાસ કરાવી લીધા
કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે જયારે અમે (સંસદમાં) નોટીસ આપીએ છીએ તો અમને નોટીસ વાંચવાની પણ તક આપવામાં આવતી નથી શું મારે એમ કહેવું જોઇએ કે ભાજપ સરકાર એક દલિતને બોલવા દેતી નથી તમે અમારો બોલવાનો અધિકાર છીનવી શકો નહીં હવે અમે એક સાથે લડીશું તેમણે ભાજપ પર ઇડી અને અન્ય કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો
આ દરમિયાન આપ સાંસદ સુશીલ રિંકુએ કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરીશું કે અમે પંજાબની દરેક સીટ ઇન્ડિયા એલાયન્સ માટે જીતીશું. આ દરમિયાન કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે જો સંસદમાં ચર્ચા માટે જગ્યા નહીં હોય તો સંસદનું શું મહત્વ રહેશે. તેમણે કહ્યું કે ભારતની લોકશાહી ખતરામાં છે, સંસદીય નીતિને બુલડોઝરથી કચડી નાખવામાં આવી રહી છે. જેએમએમના સાંસદ મહુઆ માંઝીએ કહ્યું કે જો તમે સંસદની સુરક્ષા નહીં કરી શકો તો અહીંના ૧૪૦ કરોડ લોકોને કેવી રીતે બચાવશો.
સાંસદોના સસ્પેન્શન પર ઇન્ડિયા બ્લોકના વિરોધ પર કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું, “દેશમાં લોકશાહી બચાવવા માટે, તમામ રાષ્ટ્રવાદી સંગઠનોએ એક સાથે આવવાની જરૂર છે અને એક અવાજમાં સંદેશો આપવો પડશે”
દરમિયાન, કોંગ્રેસના સાંસદ કાત ચિદમ્બરમે કહ્યું કે, “વિપક્ષ ગૃહમંત્રી પાસેથી નિવેદન માંગે તે સ્વાભાવિક હતું પરંતુ સરકાર અમારી વિનંતી પર ધ્યાન ન આપવા પર અડગ હતી. તેથી સંસદની અંદર વિરોધ પ્રદર્શનો થયા હતા. સરકારની ઉદ્દેશ્ય ૧૪૬ સભ્યોને સસ્પેન્ડ કરવાનો હતો અને કાયદાઓ લાદવાથી ભારતમાં લોકોના રોજિંદા જીવન પર દૂરગામી પરિણામો આવશેપ સરકાર એક એવી સંસદ બનાવવા માંગે છે જે કોઈપણ ચર્ચા વિના તેમના તમામ કાયદાઓને બહાલી આપવાનું એકમાત્ર ગૃહ હશેપ તેથી તેઓ ઇચ્છે છે કે સંસદ બિલકુલ ચીન કે ઉત્તર કોરિયા જેવી હોયપ આ સંસદીય પ્રણાલીમાં લોકોના વિશ્વાસ સાથે દગો છે, સંસદમાં જે થઈ રહ્યું છે તે ભારત માટે સારું નથી”
સાંસદોના સામૂહિક સસ્પેન્શન સામે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું, “વિશ્વમાં લોકશાહીના ઈતિહાસમાં ક્યારેય ૧૪૬ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથીપ લોકોએ જાણવું જોઈએ કે લોકશાહી ખતરામાં છે તે બતાવવા માટે વિરોધ છે. કહો કે જે પણ થઈ રહ્યું છે તે દેશના ભવિષ્ય માટે ખોટું છે તેનો એક જ ઉપાય છે, લોકોએ આ સરકારને બદલીને ભારત ગઠબંધનને સત્તામાં લાવવું જોઈએ.
આ વિરોધમાં રસપ્રદ વાત એ છે કે કાર્યક્રમના આયોજક કોંગ્રેસના નેતાઓના ફોટાવાળા પોસ્ટરો તો બધે જ દેખાય છે, પરંતુ ઈન્ડિયા એલાયન્સનું માત્ર એક જ પોસ્ટર લગાવવામાં આવ્યું છે જેના પર ‘લોકશાહી બચાવો’ લખેલું છે પરંતુ કોઈ ભારતનું ચિત્ર નથી. મહાગઠબંધનના નેતા દેખાતા નથી.એટલે કે ગઠબંધનના નેતાઓ એક મંચ પર સાથે છે પણ પોસ્ટરમાં આ એક્તા અહીં દેખાતી નથી.