નવીદિલ્હી,
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લોક્સભામાં પલટવાર કર્યો. તેમણે કહ્યું કે અમને રાજકીય ટીકાથી કોઈ વાંધો નથી, પરંતુ આપણે આપણા જવાનોનું અપમાન ન કરવું જોઈએ. જ્યારે હું જોઉં છું કે કોણ સલાહ આપી રહ્યું છે, ત્યારે હું ફક્ત નમન કરી શકું છું. મારપીટ શબ્દનો ઉપયોગ જવાનો માટે ન થવો જોઈએ.
તેમણે કહ્યું કે જો આપણે ચીન પ્રત્યે ઉદાસીન હતા તો ભારતીય સેનાને સરહદ પર કોણે મોકલી. જો આપણે ચીન પ્રત્યે ઉદાસીન હતા, તો આજે આપણે શા માટે ચીન પર ડી-એસ્કેલેશન માટે દબાણ કરી રહ્યા છીએ? શા માટે આપણે જાહેરમાં કહીએ છીએ કે અમારા સંબંધો સામાન્ય નથી?
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે આપણે આપણા જવાનોની સીધી કે આડક્તરી રીતે ટીકા ન કરવી જોઈએ. આપણા સૈનિકો યાંગત્સેમાં ૧૩ હજાર ફૂટની ઉંચાઈ પર ઉભા રહીને આપણી સરહદની રક્ષા કરી રહ્યા છે. તેમને આદર અને પ્રશંસા કરવી જોઈએ.