વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઇપી)ના પ્રમુખ અને બિહાર સરકારના પૂર્વ મંત્રી મુકેશ સહાનીના પિતા જીતન સહાનીની હત્યા કરવામાં આવી છે. માહિતી અનુસાર, ઘરમાં જ તેમની હત્યા કરવામાં આવી હતી. દરભંગાના એસએસપીએ આ વાતની પુષ્ટિ કરી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ ઘરમાં જીતન સહાની સિવાય ૨ થી ૩ નોકર અને એક ડ્રાઈવર જ રહેતા હતા.
એસએસપી જગુનાથ રેડ્ડીએ જણાવ્યું હતું કે, તેનો મૃતદેહ ઘરની અંદર વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. જીતન સહાનીનું ઘર દરભંગાના સુપૌલ બજારની અફઝલા પંચાયતમાં છે. રિપોર્ટ અનુસાર, મુકેશ સહાનીની તીક્ષ્ણ હથિયાર વડે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઘટના અંગે વીઆઈપી પાર્ટીના નેતા દેવ જ્યોતિએ કહ્યું કે, અમને આ ઘટનાની જાણકારી થોડા સમય પહેલા જ મળી હતી. અત્યારે અમારી પાર્ટીના નેતા મુકેશ સહાની મુંબઈમાં છે. તે થોડીવારમાં પટના પહોંચશે. દેવ જ્યોતિએ કહ્યું ,કે અમારા નેતાના પિતાની હત્યા શા માટે કરવામાં આવી તે અમે હજુ સુધી જાણી શક્યા નથી. અમે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. થોડા સમય પછી અમારા નેતાઓ પટના અને પછી દરભંગા પહોંચશે.ઘટના બાદ પોલીસ મુકેશ સહાનીના પિતાના ઘર પાસે પહોંચી ગઈ છે. તમામ પોલીસ અધિકારીઓ કેસની તપાસમાં હાથ ધરી છે. મુકેશ સહાનીના પિતા જીતન સહાનીની હત્યા શા માટે કરવામાં આવી તે અંગે પોલીસ સહિત આસપાસના લોકો કંઈપણ કહેવાનો ઈક્ધાર કરી રહ્યા છે.
બિહારમાં, મુકેશ સહાની વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા છે. તેમની પાર્ટી ચૂંટણી પહેલા જ મહાગઠબંધનમાં સામેલ થઈ ગઈ હતી. લોક્સભા ચૂંટણીને યાનમાં રાખીને આ ડીલ મૂળ તો મુકેશ સહાની અને આરજેડી વચ્ચે થઈ હતી.