
પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ બાદ ભારતીય ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટે સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આબટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં કેસ દાખલ કર્યો હતો. તેની સુનાવણી થઈ ચૂકી છે, પરંતુ ચુકાદો આપવાની તારીખ સતત ટળી રહી હતી. પરંતુ હવે આ મામલે નિર્ણય આવ્યો છે. સીએએસએ વિનેશ ની અપીલ ફગાવી દીધી છે. મતલબ કે હવે તેને સિલ્વર મેડલ નહીં મળે.
તમને જણાવી દઈએ કે પહેલા આ મામલામાં નિર્ણય ૧૩ ઓગસ્ટે આવવાનો હતો, પરંતુ સમાચાર આવ્યા કે નિર્ણયની તારીખ વધારીને ૧૬ ઓગસ્ટ કરવામાં આવી છે. પરંતુ હવે તે પહેલા જ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.