મુંબઇ,
ઇડિયન પ્રીમિયર લીગની ૧૬મી સીજન માટે મિની ઓકશનની પ્રક્રિયા પુરી થઇ ચુકી છે.કોચ્ચીમાં ગત અઠવાડીયે આયોજિત હરાજીમાં તમામ ટીમોએ પોત પોતાની પસંદ અને જરૂરતના હિસાબથી ખેલાડીઓની પસંદગી કરી અને પોતાનો સ્કવોડને પુરી કરી. હરાજીમાં ગત વિજેતા ગુજરાત ટાઇટંસે મોટો દાવો ખેલતા ન્યુઝીલેન્ડના સુકાની કેન વિલિયમસનને તેમની બે કરોડ રૂપિયાની બેસ પ્રાઇસમાં પોતાની સાથે જોડયો આ સાથે જ એ નક્કી થઇ ગયું કે ગત સીજન સુધી સનરાઇઝર્સ હૈદરાબાદના સુકાની રહેલ વિલિયમસન હવે હાર્દિક પંડયાની સુકાનીમાં ગુજરાત માટે રમશે.
વિલિયમસન જેવા સ્ટાર બેટસમેનને માત્ર બે કરોડની રકમમાં ખરીદ્યા બાદ ગુજરાત ટાઇટંસના મુખ્ય કોચ અને પૂર્વ ભારતીય ખેલાડી આશીષ નહેરાએ પોતાની રણનીતિનો ખુલાસો કર્યો છે.નહેરાએ વિલિયમસનની ટીમમાં ભૂમિકા પર વાત કરી અને તેના બેટીંગ ક્રમને લઇને પણ સ્થિતિ સ્પષ્ટ કરી નહેરાએ કહ્યું કે વિલિયમસન ટીમ માટે ત્રીજા નંબર પર બેટીંગ કરશે.
નહેરાને વિલિયમસનને પ્લેઇંગમાં સામેલ કરવા અને ટીમમાં તેની ભૂમિકાને લઇ પુછવામાં આવેલ સવાલના જવાબમાં કહ્યું કે હાં અમે ત્રીજા નંબર માટે કેન વિલિયમસન જેવા કોઇ ખેલાડીની શોધ કરી રહ્યાં હતાં નહેરાએ કહ્યું કે હાર્દિકે ગત વર્ષ ફકત એક વાર ત્રીજા ક્રમે બેટીંગ કરી અને મોટા ભાગે ચોથા નંબર પર ખેલ્યો.હવે જયારે વિલિયમસન ત્રીજા નંબરની જવાબદારી સંભાળશે તો આવામાં હાર્દિક પોતાના જુના સ્થાન પર રમતો રહેશે.
ગુજરાતના કોચે જો કે એ પણ સ્પષ્ટ કર્યું કે હાલ આઇપીએલ શરૂ થવાની વાક છે અને અમે તેની બાબતમાં વધુ વિચારી શકીએ નહીં અમે આ સંબંધમાં ટુર્નામેંટની નજીક આવવા પર જ કોઇ નિર્ણય લેશે નહેરાએ ટીમમાં ફિનિશરની ભૂમિકા પર કહ્યું કે આ રીતનું કંઇ હોતુ નથી જો તમે ટકી રહો અને સારી બેટીંગ કરી રહ્યાં છો તો તમારે મેચ ખત્મ કરવી જોઇએ ત્યાં સુધી કે તમારો ઓપનર પણ ફિનિશર થઇ શકે છે.