“મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત પૂર્ણાશક્તિનું મહત્વ અંગે પ્રતિભાવ રજૂ કરતી ભાનુબેન બારિયા

પૂર્ણાશક્તિ યોજનાના લાભથી સુખડી, શીરો, ઠેપલા, મુઠીયા સહિતની વાનગીઓ બનાવું છું:- કિશોરી ભાનુબેન બારિયા

વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહીસાગર જિલ્લાના ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. ત્યારે “મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત અનેક લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો રજુ કરીને લોકોને કેન્દ્ર- રાજ્ય સરકારની અનેક યોજનાઓનો લાભ લેવા પ્રોત્સહિત કરી રહ્યા છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અનેક વિભાગોમાંથી લાભ લીધેલા લાભાર્થીઓ પોતાના અનુભવો જણાવી રહ્યા છે. ત્યારે આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા કિશોરીઓને નિરોગી બનાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાની દરેક આંગણવાડી કેન્દ્રોમાં શાળાએ જતી અને ના જતી ૧૪ થી ૧૮ વર્ષની કિશોરીઓને પૂર્ણાશક્તિ પેકેટ આપવામાં આવે છે.

સંકલ્પ રથ યાત્રામાં પોતાના પ્રતિભાવો રજૂ કરતી કિશોરી ભાનુબેન બારિયાએ જણાવ્યું કે, સૌ પ્રથમ મારું લુણાવાડા તાલુકાના જેથરીબોર આંગણવાડી કેન્દ્રમાં હેલ્થ ચેકઅપમાં કરવા આવ્યું હતું. ત્યારબાદ મારી આંગણવાડીમા નોંધણી કરીને દર મહિને વજન, ઊંચાઈ અને હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવે છે. સાથે આરોગ્યને લગતી પ્રાથમિક શિક્ષણ પણ પૂરું પાડવા આવે છે.

દર મહિનાના ચોથા મંગળવારે પૂર્ણાશકિતના પેકેટ આપવામાં આવે છે. જેમાંથી સુખડી, શીરો, ઠેપલા, મુઠીયા જેવીવિકસિત ભારત સંકલ્પ યાત્રા વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી રોજેરોજ ઉપયોગમાં લઈને મારા હેલ્થની કાળજી રાખું છું. જેમાથી જરૂરી માત્રામાં કેલેરી અને પ્રોટીન મળી રહે છે. અને મારા પોષણસ્તરમાં પણ વધારો થયો છે. તે બદલ હું સરકારનો અને આંગણવાડી બહેનોનો આભાર માનુ છું.

રિપોર્ટર વીરભદ્ર સિસોદિયા