દાહોદ, 2024ની તૈયારીઓના ભાગ રૂપે ભાજપ કેન્દ્રીય નેતૃત્વ એલર્ટ મોડમાં આવીને કાર્યક્રમોની શરૂઆત કરી હતી જેના ભાગરૂપે વિકસિત ભારત સઁકલ્પ પત્ર-2024 માટે દેશભરમાંથી 1 કરોડ કરતા વધારે લોકોના સૂચન/સુઝાવ એકત્રિત કરવાનું અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે 26/02/2024 ના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ માં.જે.પી. નડ્ડાએ દિલ્લી મુખ્યાલયથી અભિયાનની શરૂવાત કરાવી હતી.
ત્યારબાદ 37 પ્રદેશમાં મુખ્યમંત્રી/ઉપમુખમંત્રી/પ્રદેશ અધ્યક્ષ દ્વારા પ્રદેશની રાજધાની ખાતે પ્રેસવાર્તા કરી કાર્યક્રમની શરૂવઆત થઈ હતી. જ્યારે ગુજરાત ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે પ્રેસવાર્તા તેમજ કાર્યક્રમનું લોન્ચિંગ/શરૂઆત કરવામાં આવી હતી અને પ્રદેશ સ્તરે લોન્ચિંગ બાદ તમામ જીલ્લામાં કાર્યક્રમો શરૂ કરાયા હતા. જેના ભાગરૂપે દાહોદ જીલ્લા કમલમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોડ, સાંસદ જસવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ તથા જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયાર તથા મોટી સંખ્યામાં પ્રેસ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.