- જીલ્લાના 331 સખીમંડળ, 61 વિલેજ ઓર્ગેનાઈઝેન અને 6 ક્લસ્ટર લેવલ ફેડરેશન ને કુલ રૂા. 32,80,000/- નાણાંકિય સહાય આપવામાં આવી.
નડીયાદ, ખેડા જીલ્લાના સખીમંડળની બહેનોને 50 સખીમંડળને રૂા. 15,00,000ની સહાય, કોમ્યુનિટી ઇન્વેસમેન્ટ ફંડ પેટે 20 સખીમંડળને રૂા.30,00,000/-, કેશ ક્રેડીટ લોન પેટે 12 સખીમંડળને રૂા. 52,00,000/- તથા સ્ટાર્ટઅપ ફંડ પેટે 331 સખીમંડળ, 61 વિ.ઓ. અને 6 સી.એલ.એફ.ને કુલ રૂા. 32,80,000/- નાણાંકિય સહાય આપવામાં આવી.
વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત ખેડા જીલ્લાના તમામ વિધાનસભા વિસ્તારમાં નારી શકિત વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે (વર્ચુઅલ માધ્યમથી) 13 હજારથી વધુ સ્વ-સહાય જુથની 1 લાખ 30 હજારથી વધુ મહિલાઓને રૂા. 250 કરોડથી વધુની સહાય આપવામાં આવી.
ખેડા જીલ્લા ખાતે 115- માતર, , એન.સી પરીખ સર્વોદય વિનય મંદિર મેદાન, 116- નડીયાદ, નવુ સ્વામીનારાયણ મંદિર પીપલગ રોડ, 117- મહેમદાવાદ, સ્વામિનારાયણ મંદિર, 118-મહુધા, પ્રાથમિક શાળાની સામેનું મેદાન, સલુણ વાંટા, નડીઆદ, 119- ઠાસરા, રામ પાર્ટી પ્લોટ, અને 120- કપડવંજ, જુના એ.પી.એમ.સી મોડાસા રોડ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જીલ્લાના સખીમંડળની બહેનોને રીવોલ્વીંગ ફંડ પેટે કુલ 50 સખીમંડળને રૂા. 15,00,000/-, કોમ્યુનિટી ઇન્વેસમેન્ટ ફંડ પેટે 20 સખીમંડળને રૂા. 30,00,000 તથા સ્ટાર્ટઅપ ફંડ પેટે 331 સખીમંડળ, 61 વિલેજ ઓર્ગેનાઈઝેન અને 6 ક્લસ્ટર લેવલ ફેડરેશન ને કુલ રૂા. 32,80,000/- નાણાંકિય સહાય આપવામાં આવી.
નોંધનિય છે કે, નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર રાજ્યમાં 13 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 1.30 લાખથી વધુ મહિલાઓને રૂ.250 કરોડથી વધુની સહાય અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો સહિત સખીમંડળની બહેનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા