વિક્સમાં ઉછાળાને કારણે ઈન્ડિયા શેરબજારમાં વોલેટિલિટી વધી, સેન્સેક્સ-નિફ્ટી ઘટ્યા

મુંબઇ, જેમ જેમ સામાન્ય ચૂંટણીઓ પૂરી થઈ રહી છે તેમ તેમ શેરબજારમાં અસ્થિરતા વધી રહી છે. આજે ફૈટ ૪.૫૯% વધીને ૨૪.૨૬ પર પહોંચી ગયો છે. આ ૨૨ મહિનામાં સૌથી વધુ આંકડો છે. જેના કારણે બજારમાં ઉથલપાથલ વધી ગઈ છે. મંગળવારે શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યા બાદ લાલ નિશાનમાં બંધ થયું હતું.બીએસઇ સેન્સેક્સ ૨૨૦.૦૫ પોઈન્ટ ઘટીને ૭૫,૧૭૦.૪૫ પર બંધ રહ્યો હતો. તે જ સમયે, દ્ગજીઈ નિફ્ટી ૪૪.૩૦ પોઈન્ટ ઘટીને ૨૨,૮૮૮.૧૫ પોઈન્ટ પર બંધ થયો હતો. બજારના જાણકારોનું કહેવું છે કે ચૂંટણીના પરિણામો અંગેનું ચિત્ર બજારમાં સ્પષ્ટ નથી. જેના કારણે ભયનો માહોલ સર્જાયો છે. આ સ્થિતિ ૪ જૂન સુધી જોવા મળશે. ત્યાર બાદ બજારની દિશા નક્કી કરવામાં આવશે.

મંગળવારે સ્થાનિક બજારોમાં શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી હતી. બીએસઈનો ૩૦ શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં ૧૯૪.૯ પોઈન્ટ વધીને ૭૫,૫૮૫.૪૦ પોઈન્ટ પર ખુલ્યો હતો.એનએસઇ નિફ્ટી ૫૯.૯૫ પોઈન્ટ વધીને ૨૨,૯૯૨.૪૦ પોઈન્ટ પર પહોંચ્યો હતો. સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં વિપ્રો, લાર્સન એન્ડ ટુબ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી બેન્કનો સમાવેશ થાય છે. ટેક મહિન્દ્રા, આઇટીસી, પાવર ગ્રીડ, એશિયન પેઇન્ટ્સ અને ટાઇટનના શેરને નુક્સાન થયું હતું. લોક્સભા ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારમાં સોમવારે સતત ત્રીજા સત્રમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો હતો. સામાન્ય ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે.

એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી અને હોંગકોંગનો હેંગસેંગ નફામાં હતો જ્યારે જાપાનનો નિક્કી અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નુક્સાનમાં હતો. ’મેમોરિયલ ડે’ના અવસર પર સોમવારે યુએસ બજારો બંધ રહ્યા હતા. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૦.૨૩ ટકા વધીને યુએસ ઇં૮૩.૨૯ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યાં છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો સોમવારે મૂડીબજારમાં વેચનાર હતા અને તેમણે રૂ. ૫૪૧.૨૨ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.