વિક્રમ સિંહ મજીઠિયાની જામીનને પંજાબ સરકારે સુપ્રીમમાં પડકાર આપ્યો

ચંડીગઢ,

વિક્રમ સિંહ મજીઠિયાને પંજાબ હાઇકોર્ટથી એનડીપીએસ એકટ હેઠળ મળેલ જામીનને પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે.સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી કરનાર ન્યાયમૂર્તિ સૂર્યકાંતે ખુદને સુનાવણીથી અલગ કરી લીધા છે.સુપ્રીમ કોર્ટે મામલાની ચીફ જસ્યિસ સીજેઆઇની પાસે મોકલ્યો છે જે આ મામલામાં નવી બેન્ચની રચના કરશે.એ યાદ રહે કે અકાલીદળ નેતા મજીઠિયાની વિરૂધ ચરણજીત સિંહ ચન્નીના કાર્યકાળમાં ગત વર્ષ ૨૦ ડિસેમ્બરે એનડીપીએસ એકટમાં મોહાલીમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ચુંટણી લડવા સુધી મજીઠિયાની ધરપકડ પર રોક લગાવી તેમને મોટી રાહત આપી હતી.

ગત વર્ષ ૨૪ ફેબ્રુઆરીએ મતદાન બાદ વિક્રમ સિંહ મજીઠિયાએ મોહાલીની અદાલતમાં આત્મસમર્પણ કર્યું હતું ત્યારબાદ તેમણે પટિયાલા જેલ મોકલી દેવામાં આવ્યા હતાં જો કે બાદમાં તેમણે હાઇકોર્ટથી જામીન મળી ગયા હતાં તેની વિરૂધ પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટની શરણ લીધુ છે. મજીઠિયા શિરોમણિ અકાલી દળ (એસએડી)ના પ્રમુખ સુખબીર સિંહ બાદલના સાળા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલના ભાઇ છે.તેમણે પોતાની જામીન અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેમણે નિશાન બનાવવાની દુર્ભાવનાપૂર્ણ ઇચ્છાથી આ એફઆઇઆર દાખલ કરાવી એસએડી નેતાએ કહ્યું કે પંજાબની ગત કોંગ્રેસ સરકારે પોતાની રાજનીતિક વિરોધીઓથી પ્રતિશોધ લેવા માટે સત્તાનો દુરૂપયોગ કરવામાં કોઇ કસર છોડી નહીં એસએડીએ મજીઠિયાની વિરૂધ એફઆઇઆર દાખલ કરવાને રાજનીતિક પ્રતિશોધ ગણાવી હતી એ યાદ રહે કે રાજયમાં માદક પદાર્થ રેકેટની તપાસની બાબતમાં ૨૦૧૮માાં એક રિપોર્ટ રજુ કર્યો હતો જેના આધાર પર મજીઠિયાની વિરૂધ એનડીપીએસ અધિનિયમ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો હતો.