વિકાસની મોટી મોટી બુલબાગો ફેંકતી સરકારના રાજમાં દરરોજના ડેપો પર બસોના કોઇ ઠેકાણા નથી હોતા અને તદ્દન ભંગાર હાલતમાં ચાલતી બસો

  • દાહોદ ડેપોની ઈનકમ જોવો તો નંબર વન પરંતુ સ્ટાફની નિષ્કાળજીને લઇ દરરોજ મુસાફર અને અપડાઉન કરતા વેપારીઓ અને શાળાએ જતા બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

દાહોદ,

દાહોદ બસ ડેપોનો કથલેલો વ્યવહાર જેને લઈને વારંવાર બસ ડેપો થી ઉપડતી બસ તેમની મરજી મુજબ કેન્સલ કરી દેવામાં આવે છે. જેથી દરરોજ અપડાઉં કરતા વેપારી વર્ગ શાળાએ જતા વિધ્યાર્થીઓને ગમે ત્યાં બસ બગડી ઊભી થઇ જતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

દાહોદ બસ ડેપોના ગેરેજમાં કામ કરતા વર્કર પણ મરજી મુજબ કામ કરતા હોય છે. બગડેલ બસને કમ્પ્લેટ રીપેરીંગ પણ કરતા નથી શું આ બાબતનું ઘ્યાન આપનાર કોઈ નથી. ડેપો મેનેજર નવા આવ્યા બાદ હજુ તેમને કોઈ કામગીરી પર ઘ્યાન આપ્યું છે કે નહિ તે પણ એક વિષય છે.

ડેપો પર બસનો રૂટ કેન્સલ કરવા માટે કાયમ ક્ધડક્ટર નથી અથવા ડ્રાઈવર નથી અથવા આવશે તો જસે અથવા બસો ગમે તેવા સરકારી કાર્યક્રમ હોય ત્યાં રેગ્યુલર બસ જતી હોય છે, પાછી ગાડી બસ આવે પછી તેજ રામાયણ ચાલુ થઇ જાય છે.

અમુક રૂટ પર જતી બસ આખી ખાલી જતી હોય છે, અમુક રૂટ પર એકના પાછળ એક બસ જતી હોય છે. જે બસ ખાલી જાય અને પાછી ખાલી આવી જાય છે.

દાહોદ થી ગલીયાકોટ આંતરરાષ્ટ્રીય બસ વારંવાર બગડી જતા મુસાફરોન થતી હેરાન પરેશાન દાહોદ ડેપોની દાહોદ થી ગલીયાકોટ વાયા ઝાલોદ, ફતેપુરા, આનંદપુરી થઈને ગલીયાકોટ જતી આંતરરાષ્ટ્રીય બસ વારંવાર બગડી જવાથી મુસાફરોને હેરાન પરેશાનો સામનો કરવો પડે છે. દાહોદ થી સવારે સાત વાગે ઉપડીને ગલીયાકોટ જતી બસ આજ રોજ સવારના દાહોદ બ્રિજ પર બ્રિજ પર એસટી બસ ચડતા ગેર ફસાઈ જતા દાહોદ બીજના ઢાળ પર ઉભી રહી જતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. ડ્રાઇવર દાહોદ એસટી ડેપો પર જઈ ને મેકેનિકને બોલાવીને ગેર રીપેરીંગ કામ કરાવી એસટી બસ ગલીયાકોટ જવા માટે રવાના થઈ હતી. આંતરરાષ્ટ્રીય ચાલતી આ બસ સારી કન્ડિશનમાં આપવામાં આવે તેવી આ વિસ્તારના મુસાફરોની લાગણી અને માંગણી.