વિકાસ કામો માત્ર કાગળ પર જ નાણાંની ઉચાપતનો આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારી તેમજ વિકાસ કમિશ્ર્નર ગાંધીનગરને લેખિત રજુઆત

  • સંજેલી તાલુકાના મોલી ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં થયેલી ગેરરિતીની તપાસ અંગે રજુઆત.
  • એનઆરજી એટીવીટી એમએલએ નાણાપંચ થયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત.
  • મોલી ગ્રુપ ગ્રામ પંચાયતમા ઈટાડી ગસલી ડોકી પતેલા ગામોનો સમાવેશ થાય છે.

સંજેલી,

સંજેલી તાલુકાના મોલી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં થયેલાના સરપંચ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં થયેલા એનઆરજી એટીવીટી એમએલએ નાણાપંચ સહિત વિકાસના કામોમાં થયેલી જે રીતે તપાસ અંગે ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા જિલ્લા અને કક્ષાએ રજુઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

સંજેલી તાલુકાના મોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઈટાડી,ગસલી,ડોકી,પતેલા ગામોનો સમાવેશ થાય છે. ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ ડામોર દ્વારા વર્ષ ર019 ડીસેમ્બર ર0રર દરમ્યાન નાણાપંચ યોજના એટીવીટી વિકાસશીલ એનઆરજી એમએલએ 1પ ટકા વિવેક યોજના ટીએસપી યોજના પાણી પુરવઠા સહિતના વિવિધ યોજનાઓના વિકાસના કામોમાં ગામ દીઠ પ્રમાણે થયેલા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાને લઈને સ્થળ નિરીક્ષણ કરી અને યોગ્ય તપાસ કરવા તેમજ પાણી પુરવઠાની યોજના હેડ પંપ બોરવિથ મોટર મીની એલઆઈ નળ સાથે સામુહિક કુવા હવાડા સરક્ષણ દીવાલો ચેક વોલ માટી મેટલ સીસી રસ્તા સામુહિક સ્મશાન ગૃહ વિવિધ યોજનાના વ્યક્તિગત કુવા સહિત 1પમાં નાણાપંચના વિકાસલક્ષી કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાને લઈને તેમજ મૌલી ગૃપ ગ્રાપ પંચાયત વિસ્તારમાં થયેલા વિકાસ સહિત વિવિધ કામો માત્ર કાગળ પર જ દર્શાવી અને નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાની આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક બામણીયા રામસીંગભાઈએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ વિકાસ કમિશ્ર્નર ગાંધીનગરને લેખિત રજુઆત કરી વિકાસના કામોમાં થયેલી ગેરરિતીની યોગ્ય તપાસ કરી અને ગેરરીતિ આચરનાર સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.